માર્ચ 2017 સુધીમાં આધાર કાર્ડ નહીં બનાવડાવ્યું હોય તો થશે મોટું નુકસાન, જાણો કેમ
જો તમે માર્ચ 2017 સુધી આધારકાર્ડ ના બનાવ્યું તો તમને સરકારી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો નહીં. સરકારી યોજના પ્રમાણે જે લોકાના આધારકાર્ડ માર્ચ 2017 સુધી બનશે નહીં તેમને સબસિડીની સુવિધા આપવામાં આવશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઇએ કે દેશમાં 70 ટકા લોકો પાસે પોતાનું આધારકાર્ડ છે. માનવામાં આવી રહ્યું છે કે માર્ચ 2017 સુધી દેશના દરેક નાગરિકની પાસે પોતાનો યૂનિક નંબર હશે. આધાર નોંધણીને 100 કરોડ સુધીના ઐતિહાસિક આંકડા પર પહોંચાડ્યા બાદ યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ સીમા આપવામાં આવી છે. જો કે હજુ પણ 30 ટકા લોકા આધારકાર્ડથી દૂર છે. એવામાં સરકારની યોજના છે કે જલ્દીથી જલ્દી આ આંકડાને 128 કરોડ સુધી પહોંચાડવામાં આવે.
હકીકતમાં સરકાર ફૂડ સબ્સિડીને આધારકાર્ડમાં જોડીને એમાં થઇ રહેલા ગોટાળાને રોકવા ઇચ્છે છે. સરકારનું માનવું છે કે આધારકાર્ડના ઉપયોગથી ગોટાળાથી બચી શકાય છે. સાથે સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા સરકારને મદદ મળશે.
નવી દિલ્હી: જો તમે હજુ સુધી તમારું આધારકાર્ડ બનાવ્યું નથી તો મોડું કર્યા વગર એને જલ્દીથી બનાવી લો. હકીકતમાં કેન્દ્ર સરકારે બાકી રહેલા 30 ટકા લોકોને માર્ચ સુધી આધારકાર્ડ બનાવડાવવાનું જરૂરી કરી દીધું છે.
એટલે કે માર્ચ સુધી તમારી પાસે આધાર કાર્ડ હશે નહીં તો તમે ફૂડ સબ્સિડીનો ફાયદો ઉઠાવી શકશો નહીં. સરકારે આગળના 3 મહિનામાં દરેક રાશનકાર્ડ ધારકોને આધારકાર્ડ સાથે જોડવાની તૈયારી કરી લીધી છે. એના માટે કેન્દ્ર તરફથી દરેક રાજય સરકારને સૂચના આપી દેવામાં આવી છે. તેમને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ માર્ચ સુદીમાં બાકી બચેલા લોકોના આધારકાર્ડ બનાવી લે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -