ગૃહ મંત્રાલયની 'આપ'ને નોટિસ, કહ્યું- વિદેશથી મળેલ દાનની વિગતો આપો
પાર્ટીની દલીલ છેકે સામાન્ય રીતે એફસીઆરએ અંતર્ગત દાન આપનારનું નામ અને પાન નંબરની વિગતો માગવામાં આવતી હોય છે. ઉપરાંત પાર્ટીએ રાજનીતિક દળને દાન આપનારા લોકોની યાદી આપવી પણ વ્યવહારિક ન હોવાની દલીલ આપતા તેને કેન્દ્ર સરકારનો આમ આદમી પાર્ટી સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર ગણાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપના એક નેતાએ નોટિસ મળ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હાલમાં જ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપને મળેલ વિદેશી દાનની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નોટિસમાં વિદેશી દાન આપનાર અને સ્ટેકહોલ્ડરની યાદી તથા તેના દ્વારા આપવામાં આવેલ રકમની વિગતો માગવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિસ ફટકારી છે. તેમાં આમ આદમી પાર્ટીને વિદેશથી મળેલ દાનની વિગતો માગવામાં આવી છે. મંત્રાલય તરફથી શુક્રવારે વિદેશી સહાયતા નિયમન કાયદો 2010 (એફસીઆરએ) અંતર્ગત આપને જારી નોટિસમાં પાર્ટીને જુદા જુદા દેશમાંથી મળેલ દાનની વિગતો માગવામાં આવી છે. સૂત્રો અનુસાર, નોટિસમાં મંત્રાલય દ્વારા પાર્ટીને એ વાતની વિસ્તૃત જાણકારી આપવા માટે 16 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -