શું નરેન્દ્ર મોદીને રોકવા માટે લોકસભા ચૂંટણીમાં એકસાથે જોવા મળશે કેજરીવાલ અને કોંગ્રેસ? જાણો વિગત
વર્ષ 2014 લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો મોદી લહેરમાં પણ કોંગ્રેસ અને આપને દિલ્હીની 7માંથી 6 સીટો પર બીજેપીથી વધારે વોટ મળ્યા હતાં. દિલ્હીની તમામ સાત સીટો પર બીજેપીને 46.6% અને કોંગ્રેસ અને આપને મળીને 48.3% વોટ મળ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી અને દિલ્હીની સાત સીટો ભાજપે જીતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલી શકી નહોતી. આપ અને કોંગ્રેસની વચ્ચે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન થઈ જશે તો દિલ્હીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે.
પરંતુ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને કેજરીવાલ અને આપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આવી અટકળોને ખોટી ગણાવી હતી. અજય માકને ટ્વીટ કરીને લખ્યું હતું કે, જ્યારે દિલ્હીના લોગો સતત કેજરીવાલની સરકારને નકારી રહ્યા છે તો પછી આવામાં કોંગ્રેસ તેને બચાવવા માટે કેમ આગળ આવે? કેજરીવાલ, અન્ના હજારે અને તેમની ટીમની આરએસએસે જ મદદ કરી હતી.
આપ અને કોંગ્રસમાં અટકળોની ખબરો વચ્ચે આપ નેતા દિલીપ પાંડેએ ટ્વીટ કર્યા બાદ રાજકારણમાં વધારે ગરમાવો જોવા મળ્યો હતો. દિલીપ પાંડેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જી! કોંગ્રેસના વરિષ્ઠ નેતા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે અને તે હરિયાણા, દિલ્હી અને પંજાબમાં અમારો સાથ અને સહયોગ ઈચ્છે છે અને દિલ્હીમાં અમારી એક સીટ માગે છે.’
જોકે ગઈકાલે આપે દિલ્હીની સાત સીટોમાં ફક્ત પાંચ જ પ્રભારીની જાહેરાત કરી છે. આપે નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા સીટ પર પ્રભારીની જાહેરાત કરી નથી. આપે પંકજ ગુપ્તાને ચાંદની ચોક સીટથી, દિલીપ પાંડેને ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ પરથી, રાઘવ ચઢ્ઢાને દક્ષિણ દિલ્હીથી, આતિશી મર્લિનાને પૂર્વ દિલ્હી સીટ પરથી જ્યારે ગુગન સિંહને ઉત્તર-પશ્ચિમ દિલ્હી સીટ પરથી પ્રભારી બનાવ્યા છે. આપે કોંગ્રેસ માટે બે સીટો છોડી દીધી છે તેવી અટકળો ચાલી રહી છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કૈરાના, ફૂલપુર અને ગોરખપુરમાં મહાગઠબંધન કર્યા બાદ જીત મેળવી હતી ત્યાર બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના વખાણ પણ કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચૂંટણી પહેલા ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -