બીજેપીના બળવાખોર નેતા યશવંત સિન્હાને અરવિંદ કેજરીવાલે લોકસભા લડવા ઓફર કરી, જાણો વિગતે
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના મંચ પરથી જ બીજેપીના બળવાખોર નેતા યશવંત સિન્હાને લોકસભા ચૂંટણી લડવા માટે ઓફર કરી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા યશવંત સિન્હાએ કહ્યું હતું કે, તે ચૂંટણી નહીં લડે. જોકે કેજરીવાલે કે તમારા જેવા સારા માણસો ચૂંટણી નહીં લડે તો કોણ લડશે. વધુમાં કહ્યું કે શત્રુઘ્ન સિન્હા ચૂંટણી લડી રહ્યાં છે તેઓએ હજુ ના નથી પાડી.
કેજરીવાલે રેલીમાં આવેલા લોકોને પુછ્યુ કે શું યશવંત સિન્હાએ ચૂંટણી લડવી જોઇએ? જેનો જવાબ લોકોએ જવાબ 'હા'માં આપ્યો હતો. પછી કેજરીવાલે કહ્યું જુઓ હું નથી કહી રહ્યો લોકો ઇચ્છે છે કે તમે ચૂંટણી લડો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં બીજેપીને જબરદસ્ત ટક્કર આપવા કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઇ છે. આપે શનિવારે દિલ્હીમાં નોઇડામાં એક મોટી રેલી કરી, આમાં મોદી સરકારની નીતિઓ સામે જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો. આ રેલીમાં બીજેપીના બળવાખોર નેતા યશવંત સિન્હા અને સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ હાજર રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -