AAPમાં ઘમાસાણ શરૂ, વિશ્વાસ નહીં રઘુરામ રાજનને મળી શકે છે રાજ્યસભા ટિકીટ !
તો બીજી બાજુ એવી અટકળો પણ ચાલી રહી છે કે દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે રાજ્યસભા જશે જેની પટકથા 2015માં આપની શાનદાર જીત બાદ લખવામાં આવી હતી. એજ કારણ છે કે, મનીષ સિસૌદિયાએ ઉપ મુખ્યમંત્રી પદ સંભાળતા સૌથી વધુ વિભાગોની જવાબદારી લીધી છે. કેજરીવાલ રાજ્યસભામાં જશે તો મનીષ સિસૌદિયા જ પહેલાની જેમ મોટી જવાબદારી સંભાળશે. અન્ય 2 સીટો પર સંજય સિંહ અને આશુતોષના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: રાજધાની દિલ્લીની ત્રણ રાજ્યસભા સીટો જાન્યુઆરી 2018માં ખાલી થઈ રહી છે. પૂર્ણ બહુમત સાથે દિલ્લી પર રાજ કરી રહેલી આમ આદમી પાર્ટીમાં આ સીટોને લઈને આંતરીક વિવાદ શરૂ થઈ ગયો છે. આપના સંસ્થાપક સભ્ય ડૉ. કુમાર વિશ્વાસ પોતાને રાજ્યસભા સીટના પ્રબળ દાવેદાર કહી ચુક્યા છે. જો કે મુખ્ય નેતૃત્વએ તેના પર કોઈ નિવેદન નથી આપ્યું.
જો કે પાર્ટીમાં અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના કેટલાક નેતા રાજ્યસભાની ટિકીટ માટે ધારાસભ્ય સાથે સાંઠ ગાંઠ કરી રહ્યા છે.
જો કે, અરવિંદ કેજરીવાલે રાજ્યસભાની સીટો પર સ્પષ્ટ રીતે ટિપ્પણી ન કરવા નેતાઓને કહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ વખતે બહારના લોકોને તક આપી શકે છે. સૂત્રો અનુસાર રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને પણ પાર્ટી તક આપી શકે છે. પાર્ટીમાં તેના પર વિચાર પણ કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના મુખ્યો સૂત્રો પ્રમાણે આ મામલે રાજન સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -