Haryana Exit Poll 2019: પ્રચંડ બહુમત સાથે ભાજપ ફરી બનાવશે સરકાર, જાણો કોગ્રેસને કેટલી મળશે બેઠકો?
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં આવે તો હરિયાણામાં એકવાર ફરી ખટ્ટર ફેક્ટર કામ કરતું જોવા મળી રહ્યું છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
21 Oct 2019 07:55 PM
એક્ઝિટ પોલ અનુસાર, હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી ભાડપ 72, કોગ્રેસ 8 બેઠકો જીતશે. જ્યારે અન્ય રાજ્યમાં ખાતુ પણ ખોલાવી શકશે નહીં
એબીપી એક્ઝિટ પોલ અનુસાર હરિયાણામાં ભાજપને 44, કોગ્રેસને 28 ,જેજેપીને 17 અને અન્યને 11 ટકા મત મળશે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આજે ઉત્સાહથી મતદાન કર્યું હતું. રાજ્યની 90 બેઠકો પર કુલ 1169 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઇ ગયું છે. રાજ્યમાં પાર્ટી નેતૃત્વમાં ફેરફાર કર્યા બાદ કોગ્રેસ અહી વાપસી કરવાની આશા રાખી રહી છે. જ્યારે ભાજપ આ ચૂંટણીમાં 75થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. એબીપી ન્યૂઝ અને સી વોટરે એક્ઝિટ પોલ મારફતે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ચૂંટણીનું પરિણામ શું રહેશે. એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં આવે તો હરિયાણામાં એકવાર ફરી ખટ્ટર ફેક્ટર કામ કરતું જોવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -