ABP Exit Poll: એકવાર ફરી બની શકે છે મોદી સરકાર, જાણો NDAને કેટલી મળી શકે છે સીટ?
દેશની સત્તા કોની પાસે આવશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય ફક્ત ત્રણ દિવસમાં થશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
19 May 2019 10:16 PM
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 277 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 130 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 135 બેઠકો આવી શકે છે.
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 267 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 127 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 148 બેઠકો આવી શકે છે.
એબીપી ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ટીડીપીને પાંચ અને વાઇએસઆર કોગ્રેસ પાર્ટીને 20 બેઠકો મળી શકે છે. કોગ્રેસ અને ભાજપ અહી ખાતુ પણ ખોલાવી નહી શકે. નોંધનીય છે કે રાજ્યમાં લોકસભાની 25 બેઠકો છે.
ABP ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, કોગ્રેસને પંજાબમાં આઠ બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે ભાજપ અને આપના ખાતામાં બે-બે અને અકાલી દળના હિસ્સામાં એક બેઠક આવી શકે છે. 2014ની સરખામણીએ કોગ્રેસને પંજાબમાં પાંચ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
એક્ઝિટ પોલ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી શકે છે.પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 16, ટીએમસીને 24 અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંયા ભાજપને માત્ર 2 સીટ જ મળી હતી. મમતા બેનર્જીની ટીએમસીએ 2014માં 42માંથી 34 સીટ પર વિજય મેળવ્યો હતો.
છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી શકે છે. કોગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની સરખામણીએ મોટું નુકસાન થઇ રહ્યું છે. ભાજપને અહીં ચાર બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે જ્યારે કોગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી શકે છે. કોગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની સરખામણીએ મોટું નુકસાન થઇ રહ્યું છે. ભાજપને અહીં ચાર બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે જ્યારે કોગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને 5 બેઠકો મળી શકે છે.
એબીપી-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી.
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપને મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે.
એબીપીના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ભારે નુકસાન થઇ શકે છે. ભાજપ-શિવસેના અહી 34 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસના ખાતામાં 14 બેઠકો આવી શકે છે.
ઉત્તરાખંડની પાંચ બેઠકોમાંથી ભાજપ ચાર બેઠક અને કોગ્રેસ એક બેઠક જીતી શકે છે.
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં 73 બેઠકો જીતી હતી જે પ્રમાણે આ વખતે ચૂંટણીમાં ભાજપને 51 બેઠકોનું નુકસાન થવાની સંભાવના છે
એબીપી ન્યૂઝ –નીલસનના એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી ગઠબંધનને 56 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે ભાજપને 22 બેઠકો મળી શકે છે. કોગ્રેસને બે બેઠકો મળી શકે છે. પશ્વિમ ઉત્તર પ્રદેશની 27 બેઠકોમાંથી ગઠબંધનને 21 અને ભાજપને છ બેઠકો મળી શકે છે. અવધની 23 બેઠકોમાંથી ભાજપને સાત, કોગ્રેસને બે અને ગઠબંધનને 14 બેઠકો મળી શકે છે. પૂર્વાચલની 26 બેઠકોમાંથી ભાજપને 8, કોગ્રેસને શૂન્ય ગઠબંધનને 18 બેઠકો મળી શકે છે.
એક્ઝિટ પોલ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યુ હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ, ઇવીએમથી લઇને ચૂંટણીનું શેડ્યુલ સુધી નમો ટીવી, મોદીની આર્મી અને હવે કેદારનાથનો ડ્રામા, ચૂંટણી પંચ મોદી સામે નતમસ્તક. ચૂંટણી પંચ પોતે ડરેલું છે, હવે વધુ નહીં.
રાજ્યસભા ટીવીની પૂર્વ સીનિયર એન્કર રાખી બખ્શીના મતે વડાપ્રધાન મોદીને ફરીથી સત્તામાં પાછા ફરવા માટે ગઠબંધનના સાથીઓની મદદની જરૂર પડશે.
બ્રેકગ્રાઉન્ડ
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 277 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 130 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 135 બેઠકો આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -