ABP ન્યૂઝ સર્વે: યૂપીમાં માયાવતી-અખિલેશ સામે મોદીનો જાદુ ફેલ થવાના સંકેત, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકશાન, જાણો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ખૂબ ઓછો સમય બાકી છે ત્યારે રાજકારણના કેંદ્ર બિંદૂ અને લોકસભામાં સૌથી વધારે બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પદેશમાં હાલના સમયમાં ભારે રાજકીય ગરમાવો છે. કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રીય રાજકારણમાં ઉતારી માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. ત્યારે એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે યૂપીએ અને એનડીએ બંને માટે ઝટકા સમાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આજે ચૂંટણી થાય તો એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે મુજબ, અહીં યૂપીએ માત્ર 4 બેઠકો પર રોકાઈ જશે, જ્યારે 2014માં મોટો જાદુ કરનાર એનડીએને પણ મોટુ નુકશાન થશે અને તેઓ માત્ર 25 બેઠકો મેળવે તેવી શક્યતા છે, પરંતુ બાજી મારી રહ્યું છે અખિલેશ-માયાવતીનું ગઠબંધન જે 51 બેઠકો પર જીત મેળવી શકે છે. આ સર્વેથી સંકેત મળી રહ્યા છે કે એનડીએને 48 બેઠકોનું નુકશાન થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં વોટ શેરની વાત કરવામાં આવે તો મહાગઠબંઘનને 43 ટકા મળે તેવી શક્યતા છે અને એનડીએને 42 ટકા મત શેર મળે તેવી શક્યતા છે. જ્યારે યૂપીએને 12.7 ટકા મત શેર મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -