ABP ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનની મોટી અસર, યૂપીમાં ભ્રષ્ટાચારના આરોપમાં 3 મંત્રીઓના અંગત સચિવની ધરપકડ
અર્ચના પાંડેના અંગત સચિવ એસપી ત્રિપાઠી પણ સહરાનપુર સહિત 6 જિલ્લામાં ખાણ ખનીજનો પટ્ટો અપાવવા માટે ડીલ કરતાં સ્ટિંગમાં જોવા મળ્યાં. ત્રીજો મામલો રાજ્યમંત્રી સંદિપ સિંહના અંગત સચિવ સંતોષ અવસ્થીનો હતો. અવસ્થી પુસ્તકોનો ઠેકો અપાવવા ડીલ કરતાં નજરે પડ્યાં. અંગત સચિવ પોતાના ભાગની માગ કરી રહ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રી ઓમપ્રકાશ રાજભરે પોતાના અંગત સચિવ ઓમપ્રકાશ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તો રાજ્યમંત્રી અર્ચના પાંડેએ કહ્યું હતું કે એસપી ત્રિપાઠીને જરૂરથી સજા મળવી જોઈએ. સ્ટિંગમાં ઓમપ્રકાશ શિક્ષા વિભાગમાં બદલી માટે લાંચ માંગતા નજરે પડ્યા હતા. સ્કૂલોમાં બેગ અને ડ્રેસની સપ્લાઈના ઠેકા માટે મંત્રી અનુપમા જયસ્વાલના પતિ સાથે ડીલ કરાવવાની પણ વાત કરી હતી.
લખનઉ: એબીપી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનની ખૂબ મોટી અસર થઈ છે. ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચારના આરોપમાં ત્રણ રાજ્યમંત્રીઓના અંગત સચિવોની ધરપકડ કરી છે. એબીપી ન્યૂઝના આ સ્ટિંગ ઓપરેશન બાદ યોગી સરકારે લખનઉના એડીજી રાજીવ કૃષ્ણની આગેવાનીમાં એક એસઆઈટીની રચના કરી છે. સ્ટિંગ બાદ ત્રણેય સચિવોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ મામલે ત્રણેયને 27 ડિસેમ્બરે સસ્પેન્ડ કરી દીધા હતા. તેજ દિવસે તેમની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સરકારે SIT પાસેથી 10 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો હતો.
ભ્રષ્ટાચારના આરોપમાં જે ત્રણ મંત્રીઓના અંગત સચિવની ધરપકડ થઈ છે, તેમાં મંત્રી અર્ચના પાંડેના અંગત સચિવ રામનરેશ ત્રિપાઠી, મંત્રી સંદીપ સિંહના અંગત સચિવ સંતોષ અવસ્થી અને મંત્રી ઓમ પ્રકાશ રાજભરના અંગત સચિવ ઓમ પ્રકાશ કશ્યપ સામેલ છે. આ ત્રણેય અંગત સચિવ એબીપી ન્યૂઝના કેમેરા પર લાંચ માંગતા જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -