કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શું થશે ભાજપનું, જાણો ABPનો Poll
રાજ્યની 38 ટકા જનતા કૉંગ્રેસની સાથે જોવા મળી રહી છે. સર્વેમાં 33 ટકા લોકો ભાજપની સાથે અને 22 ટકા લોકો જેડીએસ ગઠબંધન સાથે છે. ભાજપ-કૉંગ્રેસના વોટશેરમાં 5 ટકાની અંતર છે. કેંદ્રમાં સત્તારૂઢ ભાજપ સરકારના કામકાજથી જનતા ખુશ જોવા મળી રહી છે. 68 ટકા લોકોએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સારૂ કામ કરી રહ્યા છે. 23 ટકા લોકોએ કહ્યું મોદી ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. 45 ટકા લોકોએ સારી અને 16 ટકા લોકોએ ખરાબ જણાવ્યું. જ્યારે 12 ટકા લોકોએ મોદીનું કામ ખૂબ જ ખરાબ ગણાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે રાજ્યમાં ચૂંટણી આવી તે પહેલાં જ સિદ્ધારમૈયા સરકારના ખેલાયેલ લિંગાયત કાર્ડની કોઇ અસર જોવા મળી રહી નથી. સર્વેનું માનીએ તો 61 ટકા લિંગાયત વોટર ભાજપની સાથે છે અને 18 ટકાએ કૉંગ્રેસનું સમર્થન કર્યું. જેડીએસને પણ 11 ટકા લિંગાયત વોટ મળી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં 12મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 15મી મેના રોજ પરિણામ આવશે.
સર્વેમાં ભાજપ માટે રાહત આપનાર એ વાત છે કે કૉંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનો માસ્ટર સ્ટ્રોક બેઅસર રહ્યો છે અને લિંગાયત વોટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જતા દેખાઇ રહ્યાં છે. પોલના મતે કૉંગ્રેસ પાર્ટીને 97 સીટો, ભાજપને 84, જેડીએસને 37, અને અન્યને 4 સીટો મળવાની શકયતા છે. સર્વેમાં સામેલ લોકોના મતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સારું કામ કર્યું છે જ્યારે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે.
સર્વેમાં સામેલ 23 ટકા લોકોએ કહ્યું છે કે પીએમ મોદીનું કામકાજ ખૂબ જ સારું અને 45 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું. આમ આ રીતે પીએમ મોદીના કામકાજને અંદાજે 68 ટકા લોકોએ સારું ગણાવ્યું છે. જ્યારે 72 ટકા લોકોએ સિદ્ધારમૈયાના કામકાજની પ્રશંસા કરી છે. પોલમાં 44 ટકા લોકોએ કહ્યું કે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે જ્યારે કૉંગ્રેસને 41 અને જેડીએસને 4 ટકા લોકોએ ભ્રષ્ટ ગણાવ્યા છે.
આમ વોટ શેરમાં પણ કૉંગ્રેસ હજુ ભાજપથી આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં વિધાનસભામાં 224 સીટો છે અને કોઇપણ પાર્ટીને સરકાર બનાવા માટે 113 સીટોની જરૂર હશે. જો ભાજપને 84 અને જેડીએસને 37 સીટો મળે તો ભાજપની રાજયમાં સરકાર બની શકે છે. આ જ રીતે જો કૉંગ્રેસની 97 સીટોમાં જેડીએસની 37 સીટોને જોડી દેવામાં આવે તો કૉંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે.
સર્વે પ્રમાણે 38 ટકા વોટોની સાથે કૉંગ્રેસને 92થી 102 સીટો મળી શકે છે. ભાજપને 33 ટકા વોટોની સાથે 79-89 સીટો મળી શકે છે. સર્વેનું માનીએ તો જેડીએસ આ વખતે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે અને તેને 22 ટકા વોટોની સાથે 32-42 સીટો મળી શકે છે. આમ કર્ણાટકમાં આવનારી સરકારની રચનામાં જેડીએસની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થવાની છે.
નવી દિલ્લી: લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર સર્વે કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી સંગ્રામમાં એકબીજા પર પ્રહારો કરવાનું ચાલું છે. ચૂંટણી પ્રચાર બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બાજી કોના હાથમાં લાગશે, તેને લઇ હજુ સ્થિતિ સ્પષ્ટતા થઇ શકી નથી. લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે એક ફાઈનલ સર્વે કર્યો છે, જેમાં કૉંગ્રેસ-ભાજપ બંને પક્ષમાંથી કોઈને પણ બહુમત નથી મળી રહી. સત્તારૂઢ કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. કર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -