આસારામની મોદી સાથેની તસવીર વાયરલ નહીં કરવા ક્યા હીરોએ કરી અપીલ, જાણો શું આપ્યું કારણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોધપુર જેલની અંદર બનેલી સ્પેશ્યલ કોર્ટમાં જજ મધુસુધન શર્માએ આ ચૂકાદો આપ્યો હતો. આસારામ છેલ્લા સાડા ચાર વર્ષથી જેલની અંદર બંધ છે.
આના પર એક્ટર ફરહાન અખ્તરે લખ્યું, 'આસારામે સગીરાની સાથે બળાત્કાર કર્યો, અને તેને ગુનામાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. સારુ છે પણ કૃપા કરીને તેની પીએમ મોદી સાથેનો ફોટો શેર કરવાનો બંધ કરો. તેના અપરાધી સાબિત થવા પહેલા તેની સાથે એક મંચ પર હોવું કોઇ ગુનો નથી. કૃપા કરીને નિષ્પક્ષ રહો, અને આપણી જેમ તેમને પણ પહેલા આ બધા વિશે ખબર ન હતી.'
ખરેખરમાં કેટલાક લોકો એક જુના કાર્યક્રમમાં પીએમ મોદી અને આસારામની સાથેની તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે. જેને લઇને ફરહાન અખ્તરે યૂઝર્સને ખરાખરી સંભળાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આજે જોધપુરની કોર્ટે આ નિર્ણયમાં આસારામ ઉપરાંત શિલ્પી અને શરદચંદ્રને દોષી જાહેર કરીને 20-20 વર્ષની સજા ફટકારી છે, જ્યારે અન્ય બે સાથીદાર શિવા અને પ્રકાશને નિર્દોષ છુડી મુક્યા છે.
નવી દિલ્હીઃ જોધપુર સેન્ટ્રલ જેલમાં બનેલી એસસી-એસટી સ્પેશ્યલ કોર્ટે સગીરા શિષ્યા પરના રેપ કેસ મામલે આસારામને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. કોર્ટના આ નિર્ણયની સાથે સોશ્યલ મીડિયા પર જુદાજુદા રિએક્શન આવવા લાગ્યા છે. કેટલાક કોર્ટના આ નિર્ણયથી ખુશ છે તો કેટલાક આઘાતમાં સરી પડ્યા છે. પણ આ બધાની વચ્ચે એક્ટર ફરહાન અખ્તરે વડાપ્રધાન મોદીને આસારામ સાથે ફોટો શેર કરનારાઓને આડેહાથે લીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -