માલ્યાનો બંગલો ખરીદનારો એક્ટર સચિન જોશી છે મોટા ઉદ્યોગપતિનો દીકરો, 18 કંપનીઓના ગ્રુપનો છે વાઈસ ચેરમેન, જાણો વિગત
જો કે સચિન જોશી માત્ર અભિનેતા નથી પણ ઉદ્યોગપતિ પણ છે. તેના પિતા જગદીશ જોશી મોટા ઉદ્યોગપતિ છે. જેએમએમ ગ્રુપના માલિક જગદીશ જોશી પૂણેના છે અને તેમના ગ્રુપમાં કુલ 18 કંપની છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ મનાતા જગદીશ જોશી જેએમએમ ગ્રુપના ચેરમેન છે જ્યારે સચિન જોશી વાઈસ ચેરમેન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ દેશની ટોચની બેંકોને કરોડોમાં નવડાવીને બ્રિટન ભાગી ગયેલા કિંગફિશર ગ્રુપના વિજય માલ્યાનો ગોવાનો વિલા ખરીદીને અભિનેતા સચિન જોશી લાઈમલાઈટમાં આવી ગયો છે. સચિન જોશી બહુ જાણીતો અભિનેતા નથી છતાં તેની પાસે માલ્યાનો બંગલો ખરીદવાના 73 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા એ સવાલ પૂછાઈ રહ્યો છે.
દુકાન ચલાવતા સચિનના દાદાએ પાન મસાલા બનાવવાનુ શરૂ કર્યું. દાદાના કામમાં સચિનના પિતા અને કાકા પણ જોડાયા હતા. સમય વહેતા પાન મસાલાની સપ્લાઇ કરી બિઝનેસમાં વધારો કર્યો હતો. બિઝનેસ વધતા બનાડ ક્ષેત્રમાં ફેક્ટરી ઉભી કરી હતી.
સચિન જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત બિઝનેસમેન તરીકે કરી હતી પણ પછી તેણે અભિનયમાં ઝંપલાવ્યું હતું. જો કે અભિનેતા તરીકે તેને બહુ સફળતા નથી મળી. સચિન જોશીએ સન્ની લીયોની સાથે જેકપોટ ફિલ્મમાં કામ કર્યું હતું. એ સિવાય બીજી ફિલ્મો પણ તેણે કરી પણ તેને બહુ સફળતા નથી મળી.
Sunny leone, Archana Vijaya, Sonalli Sehgall, Sachin Joshi at Sachin Joshi's energy drink shoot in Malad, Mumbai on 24th April 2013 shown to user
સચિનની પ્રથમ ફિલ્મ અજાન હતી જે 2011માં રીલિઝ થઇ હતી. બાદમાં સચિને મુંબઇ મિરર અને જેકપોટ ફિલ્મ કરી પરંતુ કોઇ ખાસ સફળતા મળી નહીં. સચિન હવે રામ ગોપાલ વર્માની સીક્રેટમાં જોવા મળશે. સચિને એક્ટ્રેસ ઉર્વશી શર્મા સાથે 2012માં લગ્ન કર્યા હતા.
તે સિવાય સચિન ગોવાના બિયર બ્રાન્ડ કિંગ્સ બિયરનો માલિક પણ છે. તે જેએમજે ગ્રુપ ઓફ કંપનીનો વાઇસ ચેરમેન પણ છે. તે સિવાય પરફ્યુમ બનાવાથી લઇને હોટલ, રિયલ એસ્ટેટ, ફિટનેસ સેન્ટર, હેલ્થ-સ્પા સહિત અનેક ક્ષેત્રે તેમની કંપની હાજરી ધરાવે છે.
સચિને 25 વર્ષ અગાઉ જોધપુર છોડ્યું હતું અને 1995માં જેએમજે ગ્રુપની સ્થાપના કરી હતી. સચિને પારિવારીક બિઝનેસથી અલગ થઇ ફિલ્મ પ્રોડક્શન કંપની વીકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટની સ્થાપના કરી હતી.
રાજસ્થાનમાં રહેનારા સચિનના દાદા મોહનલાલ જોશી અને પિતા જેએમ જોશી એક જમાનામાં જોધપુરમાં પાન મસાલાની દુકાન ચલાવતા હતા. સચિનના પરિવારનું એક મકાન જોધપુરના શક્તિ નગરમાં છે જ્યાં હાલ તેના કાકા અને પરિવારના અન્ય સભ્ય રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -