આ છે કર્ણાટકના કુમારસ્વામીની એક્ટ્રેસ પત્નિ, 14 વર્ષની વયે પ્રેમીની સાથે ભાગીને કરેલાં લગ્ન, કુમારસ્વામીને કઈ રીતે પરણી? જાણો વિગત
રાધિકા કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, રાધિકાનો જન્મ 11 નવેમ્બર, 1986 (31 વર્ષ)ના રોજ કર્ણાટકના મેગ્લુંરુમાં થયો હતો. અને 2000ની સાલથી તેને કન્નડ ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. રાધિકાના પિતાનું નામ દેવરાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધિકાએ અનેક કન્નડ ફિલ્મોમાં કામ કર્યું જેમાં પ્રેમા, નીનાગાગી, નીલા મેઘા શ્યામ, પ્રેમા ખાઇદી સામેલ છે.
એચડી કુમારસ્વામી સાથે રાધિકાના બીજા લગ્ન છે. આ પહેલા 2000માં રાધિકાએ 14 વર્ષની ઉંમરે પોતાના પ્રેમી રતન કુમાર ઉર્ફે રત્નાકર બંગેરા સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી નારાજ રાધિકાના પિતા દેવરાજે કોર્ટેમાં કેસ કરીને લગ્નને નકાર્યા હતા અને અને 10 જાન્યુઆરી, 2002માં રાધિકાને પકડીને પાછી ઘરે લાવ્યા હતા.
ત્યારબાદ 2002માં રાધિકાના પતિ રત્નાકરનું હાર્ટએટેકથી મોત થયું અને બાદમાં 2010માં તેને જેડીએસ નેતા કુમારસ્વામી સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, દેવરાજે રાધિકાની ઉંમર નાની હોવાથી લગ્નને કોર્ટમાં પડકાર્યા હતા, પણ એક સ્ટેટમેન્ટમાં રાધિકાએ પોતે રત્નાકર સાથે પરણી હોવાનો દાવો કર્યો હતો. તેને કહ્યું કે, 26 નવેમ્બર, 2000માં તેને કાતિલના શ્રી દર્ગાપરમેશ્વરી મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
નવી દિલ્હીઃ ગઇકાલે કર્ણાટકમાં રાજકીય નાટક પુરુ થયું હવે નવા સીમએ તરીકે રાજ્યને જેડીએસના કુમારસ્વામી મળી જશે. બુધવારે કુમારસ્વામી બીજીવાર કર્ણાટકના સીએમ તરીકે શપથ લઇ લેશે. કુમારસ્વામી વિશે બધા જાણે છે કે તેની પત્ની રાધિકા વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં તેમની પત્ની રાધિકા વિશે માહિતી આપવામાં આવે છે. જાણો કોણ છે રાધિકા અને કઇ રીતે કુમારસ્વામી સાથે કર્યા છે લગ્ન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -