અભિનેત્રી રિચા ચડ્ડાએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- ‘બેટી બચાવો નહીં, બેટી અમારાથી જ બચાવો’
નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી રિચા ચડ્ડાએ ફરી એકવાર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે રીચાએ ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર લાગેલા દુષ્કર્મના આરોપોને લઈને મોદી સરકારની આકરી ટીકા કરી છે. રિચાએ કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ને લઈને આલોચના કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉન્નાવના બંગરમઉથી બીજેપી ધારાસભ્ય અને તેના કેટલાક સમર્થકો પર પીડિતાએ જૂન 2017માં તેની સાથે ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના કહેવા મુજબ બીજેપી ધારાસભ્યના ભાઇએ તેના પિતાની ધોલાઈ કરી હતી. જે બાદ પોલીસે ખોટો કેસ દાખલ કરીને તેના પિતાની ધરપકડ કરી હતી. આ પછી જેલમાં જ તેના પિતાનું મોત થયું હતું.
આ અગાઉ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને મોદી સરકારની આલોચના કરી હતી. અને કહ્યું હતું કે આજે શાસન કરવાની રીત છે કોઈ ભૂખ્યું હોય તો પણ તેને રાષ્ટ્રગીત ગવડાવવું. રીચાએ ત્યારે કહ્યું હતું કે, લોકતંત્રનો અર્થ છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ગમે તે જગ્યાએ પોતાની વાત કહી શકો છો, તેમાં સરકાર તમારા પ્રતિ સંપૂર્ણ રીતે જવાદાર રહશે. તેઓ લેફ્ટ, રાઈટ કે સેન્ટરમાં નથી, તેઓ ટેક્સ ભરે છે અને બદલામાં જવાબદારી માગે છે. તેણે યાદ અપાવ્યું હતું કે ભારતમાં જનતંત્ર છે, જનતાનું શાસન છે.
રિચાએ ટ્વીટ કર્યું કરી કહ્યું કે, ‘પ્રિય સરકાર, કૃપા કરીને ‘બેટી બચાવો’સૂત્ર બદલીને બેટી અમારીથીજ બચાવો’ કરી દો. તમારા ધારાસભ્ય તમારા નારાનું મજાક બનાવી રહ્યા છે. પીડિતાના પિતાની જેલમાં હત્યા કરી દેવામાં આવી? હિંદુ હોવાનો દાવો ના કરો, કારણ કે તમે મહિલાઓને દેવીની નજરથી નથી જોતા, એટલે હવે આ પાખંડ બંધ કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -