લગ્નેત્તર સંબંધ હવે ગુનો નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
નવી દિલ્હીઃ વ્યભિચાર એટલે કે સ્ત્રી-પુરુષના લગ્નેત્તર સંબંધને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે સર્વસંમત્તિથી વ્યભિચારની કલમને ખત્મ કરી છે. બેન્ચની સભ્ય જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે, ‘હું કલમ 497ને રદ્દ કરું છું.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કાયદો 157 વર્ષ જૂનો છે, આપણે ટાઈમ મશીન લગાવીને પાછળ નથી જઈ શકતા. બની શકે કે જે સમયે આ કાયદો બન્યો ત્યારે તેનું મહત્ત્વ હોય પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, કોઈને માત્ર નવા સાથીની પસંદગી કરવા માટે જેલ ન મોકલી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસ્ટિસ મિશ્રાએ કહ્યું, મૂળભૂત અધિકારોમાં મહિલાઓના અધિકારોને પણ સામેલ કરવા જોઈએ. એક વ્યક્તિનું સન્માન સમાજની પવિત્રતાથી વધારે જરૂરી છે. મહિલાઓને એવું ન કહી શકાય કે તેમણે સમાજના દ્રષ્ટોકોણથી વિચારવું જોઈએ. એક લિંગના વ્યક્તિને બીજા લિંગના વ્યક્તિ પર કાયદાકીય અધિકારો આપવા ખોટું છે. આને લગ્ન રદ કરવા માટે આધાર ગણી શકાય પરંતુ ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય.
આ મામલે કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરી ચુક્યું છે. વ્યભિચાર કાયદા અંતર્ગત આ કલમ હંમેશાથી વિવાદોમાં રહી છે અને તેનાથી સ્ત્રી-પુરૂષ સમાનતાની ભાવના પ્રત્યે અનુકુળ ગણાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ જજની બંધારણીય બેંચે જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકર સામેલ છે.
ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યુ કે, એડલ્ટરીને લગ્નથી અલગ ગણી શકાય પરંતુ તેને ગુનો માની ન શકાય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. પોતાનો અને જસ્ટિસ એમ ખાનવિલકરનો નિર્ણય વાંચતા સીજેઆઈ દીપેક મિશ્રાએ કહ્યુ કે, હું, તું અને આપણે લોકશાહીની શોભા છે. દરેકને સમાન અધિકાર છે. પતિએ પત્નીનો માસ્ટર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -