આસારામનું 25 હજાર કરોડનું સામ્રાજ્ય સંભાળે છે આ યુવતી, બાપુજીની સેક્સ ભૂખ સંતોષવા છોકરીઓ મોકલતી હોવાનો થયેલો આક્ષેપ
શ્રીભારતીશ્રી આસારામની જેમ જ નાટકીય રીતે પ્રવચનો આપે છે ને પિતાની વિચારધારાનો પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે. આસારામ જે રીતે ફૂલો લગાવીને આવતા તે રીતે શ્રીભારતીશ્રી પણ ફૂલો લગાવીને આવે છે. આસારામ આશ્રમની યુટ્યુબ ચેનલ પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસારામનનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક યુકે, યુએસએ, હોંગકોંગ, કેનેડા સુધી ફેલાયેલું છે. તેમના 400 કરતાં વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને રૂપિયા 25, 000 કરોડથી વધુના સામ્રાજ્યની સીધી વારસદાર હવે ભારતી છે. 'બાપુજી'ની ગેરહાજરીમાં ભારતી જ તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
આસારામનો કહેવાતો ઉત્તરાધિકારી અને પુત્ર નારાયણ પણ બળાત્કારના જ આરોપમાં સુરતની જેલમાં કેદ છે. તો પછી આસારામના સ્થાપિત સામ્રાજ્યનું શું? આ સવાલનો જવાબ છે આસારામના બે વિશ્વાસુ સાથીઓ કે જેઓ હવે 'બાપુજી'ની ગેરહાજરીમાં તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
આસારામ અને નારાયણ સાઈ બંને જેલમાં ગયા ત્યારથી આશ્રમનો વહીવટ તેમની પુત્રી ભારતી જ સંભાળે છે. આ વહીવટમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતીને સારી એવી ફાવટ આવી ગઈ છે. સાધકો પાસેથી એકત્ર કરાતી ભંડોળ દાનની રકમ ઉપરાંત દેશ વિદેશના આશ્રમોના વહીવટ અને વ્યવહારને તેણે સારી રીતે સમજી લીધા છે.
આસારામની જેમ નારાયણ સાંઈ સામે પણ એક છોકરીને હવસનો શિકાર બનાવવાનો આરોપ છે. આ સંજોગોમાં તે પણ ઝડપથી જેલની બહાર આવી શકે તેમ નથી. તેને પણ ઓછામાં ઓછી દસેક વરસની સજા તો થાય એમ જ છે. આ સંજોગોમાં આસારામના 25 હજાર કરોડ રૂપિયાના સામ્રાજ્યનો વહીવટ કોણ સંભાળશે એ સવાલ મોટો છે.
ભારતી વિવાદાસ્પદ પાત્ર છે અને આસારામના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આક્ષેપ મૂકેલો કે ભારતી આસારામની સેક્સ ભૂખ સંતોષવા છોકરીઓ સપ્લાય કરતી. આસારામ ભારતીને ફોન કરતા અને તે પોતાની પોશ કારમાં યુવાન છોકરીઓને મોકલી આપતી. જો કે એક ઇન્ટરવ્યુમાં ભારતીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
અમદાવાદઃ પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા પર બળાત્કારના કેસમાં જોધપુરની કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી તેના કારણે હવે આસારામના સામ્રાજ્યનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે આસારામને પણ સારો કહેવડાવે એવો તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે.
જો કે આસારામ આશ્રમનાં સૂત્રોના કહેવા પ્રમાણે આસારામે તેની વ્યવસ્થા બહુ પહેલાં જ કરી દીધી છે. આસારામ જેલમાં ગયા ત્યારે જ તેમણે પોતાની દીકરી ભારતીને પોતાના આર્થિક અને ધાર્મિક સામ્રાજ્યનો વહીવટ સોંપી દીધો હતો. અત્યારે પણ ભારતી જ તેનો વહીવટ કરે છે અને 400 કરતા વધુ આશ્રમોને સંભાળે છે.
આસારામની પત્નિ અને ભારતીની માતા લક્ષ્મીદેવી પણ આસારામના કારોબાર વિશે સારી રીતે વાકેફ છે તેથી તે પણ પુત્રીને મદદ કરશે. ભારતીને આસારામના સાધકો શ્રીભારતીશ્રી તરીકે ઓળખે છે. આસારામની ગેરહાજરીમાં શ્રીભારતીશ્રી આસારામની જેમ જ સત્સંગ કરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -