નોટબંધીને આજે એક મહિનો પૂરો, રોકડનો કકળાટ યથાવત, બેંક-ATM બહાર લાઈનો જેમની તેમ
રોકડ ન હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહેલ બેંકોએ ખુદ જ આ મર્યાદા લગાવી છે. તે અંતર્ગત કેટલાક કેસમાં ગ્રાહકોને 2000 રૂપિયા સુધી જ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી રહી છે જ્યારે રિઝર્વ બેંકે પ્રતિ સપ્તાહે 24 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નોટબંધીની જાહેરાતને આજે એક મહિના બાદ પણ બેંક બ્રાન્ચ તથા એટીએમની બહાર લાઈનમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. લોકો પોતાના પગારની રકમ મેળવવા માટે આજે પણ કલાકો લાઈનમાં રહેવા માટે મજબૂર છે. એટલું જ નહીં અનેક બેંકમાં રોકડની અછત હોવાને કારણે સરકાર દ્વારા નક્કી મર્યાદાથી પણ ઓછી રકમ ગ્રાહકોને આપવામાં આવી રહી છે.
જોકે રિઝર્વ બેંકનું કહેવું છે કે, નોટ પૂરતી સંખ્યામાં ચે અને લોકોને નવી નોટો ઘરમાં જમા ન રાખવા માટે કહેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ કહ્યું, જુદી જુદી રકમની નોટ મોટી સંખ્યામાં પહેલા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સપ્લાય સતત ચાલુ છે. બેંક અધિકારીઓ અનુસાર કેટલીક કંપનીઓમાં પગાર મહિનાની સાતમી તારીકે થાય છે, એવામાં શાખાઓમાં ભીડ ચે અને આ સ્થિતિ આવતા 10-12 દિવસ સુધી રહેશે.
એટીએમના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રના એક બેંક અધિકારીએ જણાવ્યું કે, 95 ટકા એટીએમ નવી નોટ પ્રમાણે સેટ કરી દેવામાં આવ્યા છે પરંતુ લોજિસ્ટિકનો મુદ્દો કામ ખોરવાયું છે. એટીએમને દિવસમાં એક વખત જ ભરવામાં આવી રહ્યા છે. એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશ કુમારે કહ્યું કે, પગાર અને પેંશનને લઈને ભીડ આવતા 5-7 દિવસ સુધી રહેશે. તેમણે એ પણ કહ્યું કે, મોટી સંખ્યામાં ગ્રાહકોની જરૂરીને પૂરી કરવા માટે બેંક રોકડ ઉપાડ પર મર્યાદા લગાવી રહી છે.
બેંક અધિકારીઓ અનુસાર કેટલીક બેંક પ્રતિ વ્યક્તિ માત્ર 2000 રૂપિયા જ આપી રહી છે જ્યારે જેની પાસે રોકડની ઉપલબ્ધતા સારી છે તેને 10 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીની ઉપાડની મંજૂરી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -