26/11 હુમલામાં માતા-પિતા ગુમાવનાર મોશે મુંબઈ આવ્યો, નેતન્યાહૂ સાથે કરશે મેમોરિયલનું ઉદઘાટન
બેબી મોશેની સંભાળ રાખતી આયા સેન્ડ્રા ગમે તેમ કરીને એક ખૂણામાં છુપાઈ ગઈ. જેના કારણે આ માસૂમ બાળકનો જીવ બચ્યો. આ બાળકને વિશ્વભરમાંથી સહાનુભૂતિ મળી અને આતંક સામે અવાજ બનીને ઉભર્યો. બેબી મોશેને તેની આયા સેન્ડ્રા સાથે ઇઝરાયલ લઈ જવામાં આવ્યો અને હાલ તે તેના સંબંધીઓ સાથે રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી 2017માં જ્યારે ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે તેમણે બેબી મોશે સાથે મુલાકાત કરી હતી. તેમણે મોશેને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
મુંબઈમાં 26 નવેમ્બર, 2008ની રાતે આતંકી હુમલો થયો ત્યારે મોશે તેના પેરેન્ટ્સ સાથે નરીમન હાઉસમાં હાજર હતો. તેને છાબડ હાઉસ પણ કહેવામાં આવે છે. થોડી જ વારમાં ત્યાં ગોળીબાર શરૂ થઈ ગયો. જેમાં તેના માતા-પિતા રિક્કા અને ગેરવિયલ હોલ્ટ્ઝબર્ગ માર્યા ગયા. આ સમયે માશેની ઉંમર 2 વર્ષ હતી.
મુંબઈઃ વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલાનો સાક્ષી મોશે હોલ્ટ્સબર્ગ આશરે નવ વર્ષ બાદ મુંબઈ આવ્યો છે. મોશે મંગળવારે સવારે ઇઝરાયલથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મોશે મુંબઈમાં તે એક મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. મોશે તેના દાદા રબ્બી હોલ્ટ્સબર્ગ નાચમન સાથે મુંબઈ આવ્યો છે.
મુંબઈમાં મીડિયા સાથે વાત કરતાં મોશેના દાદા નાચમને કહ્યું, આ ખૂબ જ વિશેષ દિવસ છે. ભગવાનનો આભાર કે મોશે ફરીવાર અહીંયા આવી શક્યો. મુંબઈ હવે ઘણું સલામત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -