મણિપુરમાં 3000 રૂપિયામાં મળી રહ્યું છે LPG સિલિન્ડર, જાણો શું છે કારણ
ઓક્ટોબરમાં મણિપુરે જાહેરાત કરી હતી કે તે બે નવા જિલ્લા બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ જિલ્લા જિરીબામ અને કાંગપોક્સીને કાપીને બનાવવામાં આવી રહ્યા છે. આ જિલ્લાને નાગા જનજાતિનાલોકો પોતાની પૈતૃક ભૂમિક માની રહ્યા છે. આ નિર્ણયનો વિરોધ કરતા 1 નવેમ્બરથી જ મણિપુરના સૌથી મોટા નાગા સંગઠને ઇમ્ફાલ તરફ જતા રસ્તાની નાકેબંધી કરી રાખી છે. ત્યાર બાદ 8 ડિસેમ્બરે સરકારે 7 નવા જિલ્લા બનાવાની જાહેરાત કરી. તેમાંથી 5 નાગા બહુમતી ધરાવતા હશે જ્યારે 2 જિલ્લા વૈષ્ણવ બહુમતી ધરાવતા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજરૂરી વસ્તુઓની સપ્લાઈ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી વધારાના દળની માગ કરી છે. ઇમ્ફાલ સહિત આસપાસના વિસ્તારમાં જાતીય હિંસાને કારણે 18 ડિસેમ્બરથી કર્ફ્યૂ લાગ્યું છે. હાલમાં સામાનથી ભરેલા વાહનોને સુરક્ષા દળોની મદદથી પહોંચાડવામાં આવી રહ્યા છે.
પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં 50 દિવસતી નાગા યુનાઈટેડ નાગા કાઉન્સિલે આરથિક નાકાબંધી કરી રાખી છે. તેના કારણે સામાન્ય જીવન પ્રભાવિત થયું છે, ઇમ્ફાલ જનાર ટ્રકોને નેશનલ હાઈવે 37 અને 2 પર રોકી લેવામાં આવ્યા છે. રાજ્યના પહાડી વિસ્તારમાં 3000 રૂપિયા સુધી ગેસ સિલન્ડર મળી રહ્યું છે. આ બન્ને નેશનલ હાઈવેને મણિપુરની લાઈફલાઇન ગણવામાં આવે છે.
નવી દિલ્હીઃ સંકુક્ત નાગા પરિષદ (UNC) દ્વારા વિતેલા બે મહિનાથી ચાલુ આર્થિક નાકાબંધીની ખરાબ અસર સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહી છે. અનિશ્ચિતકાળ સુધી બંધથી ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં લોકોની મુશ્કેલી વધારી દીધી છે. રાજ્યમાં રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત વધીને 3000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સાથે જ અન્ય જરૂરી વસ્તુઓની કિંમત પણ અનેક ગણી વધી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -