હીરા વેપારીઓ માટે ખરાબ સમાચાર, જાણો આંગડીયાવાળા કેમ કરશે રોકડની હેરફેર બંધ
અત્રે નોંધનીય છે કે વર્ષોથી દેશભરમાં આંગડિયાઓની પેઢીઓ મારફતે અબજો રૃપિયાના કાળા નાણાંની હેરફેર કરવામાં આવે છે. આંગડિયા પેઢીઓએ ભલે ખાતરી આપી પરંતુ વાસ્તવમાં રોકડની હેરફેર જ તેમની મુખ્ય આવક હોઈ તેને બંધ નહીં કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખરે એવો નિર્ણય લેવાયો છે કે 15મી ફેબુ્રઆરીના દિવસથી કોઈ પણ પ્રકારની રોકડની હેરફેર કરવામાં નહી આવે માત્ર નાના મોટા પાર્સલની જ લેવડદેવડ કરાશે આ ઉપરાંત જ્વેલરી અને ડાયમંડ બજારમાં વેપારીઓના ફોન ટ્રેક થતા હોવાથી આંગડિયાના માણસો મોબાઇલ ફોન, લેન્ડલાઇન કે ઇન્ટરકોમથી કોઈની સાથે વાતચીત કરશે નહીં.
સૂત્રો જણાવે છે કે, CBDT એ એવી ચીમકી આપી છે કે ઘણાં આંગડિયાઓમાં ગેરકાયદે રોકડ નાણાંની ધૂમ લેવડદેવડ થઈ રહી છે. આ બંધ થવું જોઈએ જો ત્રણ લાખથી વધુ રોકડ રકમ પકડાશે તો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની સજા પણ થઈ શકે છે. આ બાબતને ગંભીર ગણીને આંગડિયા એસોસીએશને મિટિંગ બોલાવ હતી જેમાં ઘણી જ લાંબી ચર્ચા વિચારણા થઈ હતી.
ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ડીપાર્ટમેન્ટ દ્વારા રોકડની હેરાફેરી કરનારા આંગડિયાઓ વિરુદ્ધ કડક પગલા ભરવાની અપાયેલી ચેતવણીની અસર જોવા મળી છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં ચાલતા આંગડિયાઓએ 15મી ફેબુઆરીથી રોકડ રકમની હેરાફેરી કરવા પર પોતાની જાતે જ પ્રતિબંધ લગાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -