એર ઈન્ડિયાની અમદાવાદ-મુંબઈ ફ્લાઈટમાં પાયલટે એર હોસ્ટેસની કરી છેડતી પછી શું થયું, જાણો વિગત
જોકે, એર ઇન્ડિયા તરફથી આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: હાલ દેશમાં બળાત્કાર અને છેડતીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે મુંબઈમાં એક એર હોસ્ટેસ સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. એર ઇન્ડિયાની એક એર હોસ્ટેસે અમદવાદ-મુંબઈ ફ્લાઈટમાં એક પાયલટે તેની છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, એર હોસ્ટેસની ફરિયાદના આધારે અમે પાયલટ વિરુદ્ધ કલમ 354 (મહિલાની જાતિય સતામણી) અંતર્ગત કેસ નોંધ્યો છે. જેની અમારા અધિકારઓ દ્વારા તપાસ કરવામાં આવશે.
એર હોસ્ટેસના જણાવ્યા પ્રમાણે 4 મેના રોજ પાયલટે એર હોસ્ટેસ સાથે છેડતી કરી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત શુક્રવારે ફરિયાદી એર હોસ્ટેસ અને પાયલટ વચ્ચે ચાલુ ફ્લાઇટમાં જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. જ્યાં પેસેન્જર્સનું ટોળું વળ્યું હતું.
આ અંગે મહિલાએ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પાયલટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -