23 મેએ CMના શપથ લેશે કુમારસ્વામી, પણ ઇતિહાસ રચશે આ 2 નેતા, જાણો વિગતે
પરિણામ આવ્યા પછી અખિલેશ યાદવ જાતે તેમને મળવા માટે પણ ગયા હતા. તે સમયે માયાવતીએ કહ્યું હતું કે, સપા-બસપાની આ મિત્રતા 2019ની ચૂંટણીમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ઘણાં નેતા સામેલ થવાની શક્યતા છે. કુમારસ્વામીએ જાતે જઈને ઘણાં વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું છે. સોમવારે તેમણે નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી અને સોનિયાગાંધીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.
ગોરખપુર-ફુલપુર પેટા ચૂંટણીમાં બીજેપીને કરારી હાર અપાવ્યા પછી અખિલેશ યાદવે જાહેરમાં માયાવતીના વખાણ કર્યા હતા.
નવી દિલ્હીઃ જેડીએસ નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેશે. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહ 2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોર્ચેબંધીની જેમ જોવામાં આવી શકે છે. વિપક્ષના કેટલાય મોટા નેતા આમાં સામેલ થઇ શકે છે, આ દરમિયાન કંઇક એવો નજારો પણ જોવા મળી શકે છે જે ઐતિહાસિક હશે. ઉત્તરપ્રદેશની રાજનીતિ દરમિયાન બેદ દિગ્ગજ યાદવ અને માયાવતી પહેલીવાર એક મંચ પર દેખાઇ શકે છે.
ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ અને માયાવતીએ અત્યારે કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાની સ્પષ્ટતા કરી છે, એટલે સ્પષ્ટ છે કે બન્ને નેતાઓ મંચ પર હાજર રહેશે. આવું પહેલીવાર બનશે જ્યારે અખિલેશ અને માયાવતી કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં સાથે દેખાશે.
23મેના રોજ થનારા કુમારસ્વામીના શપથ સમારોહમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, કમલ હાસન, ડીએમકેના એમકે સ્ટાલિન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂ, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ અને બસપા સુપ્રીમો માયાવતી સામેલ થવાની શક્યતા છે.
જોકે બીજેપી નેતા રાકેશ ત્રિપાઠીનું કહેવું છે કે, બંને પાર્ટીઓ કર્ણાટકમાં સાછે નહતી, તે સિવાય કૈરાના-નૂરપુર પેટા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ એક સાથે નથી. આ સંજોગોમાં તેમની મિત્રતાને લઈને ધણું કન્ફ્યુઝન છે. તેમણે કહ્યું હતું કે, બંને પાર્ટીઓ સાથે આવી જતા બીજેપીનું અભિયાન નહીં રોકાય. 2019માં બીજેપી યુપીમાં પહેલાં કરતા પણ વધારે સારુ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે, ગોરખપુર પેટાચૂંટણીમાં બન્ને પાર્ટીઓએ ગઠબંધન કરી બધાને ચોંકાવી દીધા હતા અને આ બન્નેનું એકસાથે આવવું 2019 લોકસભા ચૂંટણી માટે મિત્રતાને બળ આપે છે. આ બન્ને એકસાથે મંચ પર દેખાશે તો ઇતિહાસ રચાઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -