પૂર્વ CM અખિલેશ યાદવે આલીશાન સરકારી બંગલો ખાલી કરતા પહેલા ફરેવી નાખ્યો ખંડેરમાં, જુઓ તસવીરો
જો કે, તસવીરો સામે આવ્યા બાદ અખિલેશે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું બીજેપી તેને બદનામ કરી રહી છે. જે પણ નુકસાન થયું છે તેની હું ભરપાઇ કરી દઈશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉ: સુપ્રીમ કૉર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે 8 જૂને પોતાનો સરકારી બંગલો છોડ્યો હતો. ત્યાર બાદ આ સરકારી બંગલામાંથી એવી તસવીરો સામે આવી છે જે ચૌંકાવનારી છે. અંદરની તસવીરો બહાર આવતા બહારની રાજનીતિ ગરમાઇ છે. રાજ્ય સંપતી વિભાગ આંકલન કરવા પહોંચી ત્યારે આલીશાન બંગલો ખંડેર જેવી સ્થિતિમાં જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
અખિલેશના બચાવમાં સમાજવાદી પાર્ટી પ્રવક્તા સુનીલ સિંહ યાદવે કહ્યું સપા અધ્યક્ષ અખિલેશ યાદનો બંગલોજ કેમ મીડિયા માટે ખોલવામાં આવ્યો. આ તેને બદનામ કરવાની ચાલ છે. રાજ્ય સંપત્તિ વિભાગ જણાવે કે તેને સરકારી બંગલામાં કેટલો સામાન અલોટ કરવામાં આવ્યો હતો.
અખિલેશ યાદવે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન આ બંગલો બનાવ્યો હતો. આ બંગલાને ભવ્ય રૂપ આપવા માટે 42 કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો હતો.
આ મામલે ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ અખિલેશ પર આરોપ લગાવ્યો છે તેની આલિશાન જિંદગીનું આજે ખુલાસો થઇ ગયો છે. અખિલેશ પોતાના ઘરેથી એસી પણ ઉખાડીને લઇ ગયા છે.
બેડમિન્ટન કોર્ટની ફ્લોર, દિવાલ, નેટ અને ટાઇલ્સ ઉખાડી નાખવામાં આવી છે. આખા બંગલામાં સૌથી વધુ સુરક્ષિત માત્ર મંદિર બચ્યું છે.
દરવાજા પર પણ હથોડો ચલાવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈલેક્ટ્રિસિટી બોર્ડને પણ ઉખાડી નાખ્યો છે. બહારના ગેટથી લઇને અંદર સુધી આખા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે.
શનિવારે જ્યારે અખિલેશ આલીશાન બંગલાની ચાવી રાજ્ય સંપત્તિ વિભાગને સોંપી ત્યાર બાદ રાજ્ય સંપત્તિ વિભાગના અધિકારીઓ બંગલાની અંદર પહોંચ્યા હતા. બંગલામાં ફ્લોર ટાઇલ્સ, માર્બલ સહિત અનેક જગ્યા તોડ ફોડ કરેલી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -