મહાત્મા ગાંધીના પુતળાને ગોળી મારનાર પૂજા પાંડેય અને તેના પતિની ધરપકડ
હવે પોલીસે પૂજા પાંડેય અને તેના પતિ અશોક પાંડેયને બુધવારે કોર્ટમાં હાજર કરશે. તમને જણાવીએ કે, મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે તેના પુતળાને પૂજા પાંડેયે એર પિસ્ટલથી ગોળી મારી હતી. ત્યાર બાદ તેનો વીડિોય પણ સામે આવ્યો હતો, જેના પર પોલીસે કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ પૂજા પાંડેય અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી, પરંતુ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. પોલીસે વિતેલા ઘણાં દિવસથી પૂજા પાંડેય સહિત તમામ 13 આરોપીઓની ધરપકડ કરવા માટે રેડ પાડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુતળાને ગોળી મારવાના મામલે હિંદુ મહાસભાના સચિવ પૂજા શકુન પાંડેયની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પૂજા પાંડેયની દિલ્હીના નોયડામાં એન્ટ્રી કરતી વખતે ધરપકડ કરી છે. પોલીસે પૂજા પાંડેયની સાથે તેના પતિ અશોક પાંડેયની પણ ધરપકડ કરી છે. આ મામલે અલીગઢ પોલીસે કુલ 13 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અત્યાર સુધી આ મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -