અંતરિક્ષમાં ભારતની ‘જાસૂસી આંખ’ છે ISROનો PSLV C-40, જાણો કેમ છે ખાસ?
PSLV C-40નું લૉન્ચિંગ એટલા માટે ખાસ છે, કેમકે ભારતમાં બનેલા કાર્ટૉસેટ સીરીઝનો આ આધુનિક સેટેલાઇટ છે જેને અંતરિક્ષમાં ભારતની જાસૂસી આંખ કહેવામાં આવે છે. કાર્ટૉસેટ સીરીઝના ઓ સાતમો ઉપગ્રહ દેશની રક્ષા અને સુરક્ષા માટે ખાસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, જ્યારે પાકિસ્તાન પર ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, તે સમયે સેનાને એલઓસી પર આતંકવાદીઓના લૉન્ચ પેડ તબાહ કરવામાં આ સીરીઝના સેટેલાઇટથી ખુબ મદદ મળી હતી.
ISROના PSLV C-40થી પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો અને બંકરો પર નજર રાખી શકાશે. કાર્ટોસેટ 2F ઉપગ્રહથી ભારતની એજન્સીઓ, પાકિસ્તાનમાં બનેલા આતંકવાદી કેમ્પો અને બંકર્સની ઓળખ કરી શકે છે. સાથે આ ચીનની દરેક સૈન્ય હરકત પર પણ નજર રાખશે. ચીન સાથે જોડાયેલા બોર્ડર વિસ્તારમાં પણ ડ્રેગનની દરેક હરકત પર બાઝ નજર રાખવામાં આસાની રહેશે.
શ્રીહરિકોટાઃ ઇસરોએ આજે સવારે પોતાનું PSLV C-40/કાર્ટોસેટ-2 મિશન લૉન્ચ કરી દીધું છે, આ ઇસરોનો 100મો ઉપગ્રહ છે જેને આસમાન આંબ્યુ છે. PSLV C-40ને 31 સેટેલાઇટને લઇને ઉડાન ભરી છે, જેમાં ત્રણ ભારતના અને 28 સેટેલાઇટ 6 જુદાજુદા દેશોના છે. હવે જાણો શું છે આની ખાસિયત, કેમ છે ખાસ?
કાર્ટૉસેટ 2F ઉપગ્રહથી હવામાનની માહિતી મળતી રહેશે. સાથે સાથે વિકાસ પરિયોજનાઓ પર પણ નજર પહેલાથી વધુ સારી રહી શકશે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ-ગુણવત્તા વાળા ફોટો પ્રૉવાઇડ કરવામાં સક્ષમ છે. જેનો યૂઝ શહેરી તથા ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રસ્તાં નેટવર્ક પરની નજર રાખવા માટે કરી શકાશે.
યાદ રહે કે 15 ફેબ્રુઆરી 2017એ એકસાથે 104 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલીને ISROએ એવો ઇતિહાસ લખ્યો હતો, જેને આજ સુધી કોઇ તોડી શક્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -