અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, મદરેસોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજીયાત
કોર્ટે કહ્યું કે, “રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું દરેક નાગરિકનું બંધારણીય કર્તવ્ય છે. કે જેથી જાતિ, ધર્મ અને ભાષાના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય.” અરજીકર્તા અલાઉલ મુસ્તફાએ મદરેસાને રાષ્ટ્રગીત ગાવાથી છૂટની માગને લઈને અરજી દાખલ કરી હતી. જેમાં 6 સપ્ટેમ્બર, 2017નાં રોજ રાજ્ય સરકારના આદેશને પડકારવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકારને આ મામલે જવાબ આપવાના આદેશ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં તમામ મદરેસાઓને શિક્ષણ બોર્ડ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે આદેશ મુજબ તમામ મદરેસાઓએ 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવું, સાથે જ પૂરા સમારંભનો વીડિયો ઉતારવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
લખનઉઃ રાષ્ટ્રગીતને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. બુધવારે કોર્ટે કહ્યું કે મદરેસાઓને રાષ્ટ્રગીત ગાવુ ફરજીયાત. કોર્ટે મદરેસાઓમાં રાષ્ટ્રગીત ગાવાના યોગી સરકારના ફેંસલા વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. મદરેસાઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવા અંગે કરેલી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -