‘હાર્ડ ડ્રિંક નહોતી કરતી શ્રીદેવી’, જાણો કોણે કર્યો આવો દાવો
પરંતુ રાજ્યસભા સાંસદ અમર સિંહના કહેવા મુજબ, “શ્રીદેવી કોઈપણ પ્રકારનો દારૂ પીતી નહોતી. તે મારી અને જાહેર જીવનમાં રહેલા અન્ય લોકોની જેમ ક્યારેક વાઇન પીતી હતી. મેં અબુ ધાબીના શેખ સાથે વાત કરી છે. તેમણે મને તમામ જરૂરી કાર્યવાહી શક્ય તેટલી વહેલી પૂરી કરવાની ખાતરી આપી છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ 24 ફેબ્રુઆરીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
દુબઈ પોલીસ શ્રીદેવીની કોલ ડીટેલ્સ પણ ચેક કરી રહી છે. એટલું જ નહીં ઘટના સમયે શ્રીદેવીની સાથે કોણ કોણ હતું તેની પણ માહિતી મેળવવામાં આવી છે.
દુબઈ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ, શ્રીદેવી કેવી રીતે બાથટબમાં પડી તેની માહિતી મેળવવા માંગે છે. તે કઈ હાલતમાં બાથટબમાં પડી અને બાદમાં ઉભી જ ન થઈ શકી તે પણ જાણવા માંગે છે. દુબઈ પોલીસ શ્રીદેવીના પતિ બોની કપૂરની પણ પૂછપરછ કરી શકે છે.
રાજકારણી અને શ્રીદેવીના સારા મિત્રો પૈકીના એક અમર સિંહને જેવી તેના મોતની ખબર પડી કે તેઓ રોઈ પડ્યા હતા. શ્રીદેવીને યાદ કરતાં અમર સિંહે કહ્યું કે, તે સારી અભિનેત્રી તો હતી જ પરંતુ તેનાથી પણ વધારે એક સારી વ્યક્તિ હતી. અમર સિંહ આજે જયા પ્રદા સાથે અનિલ કપૂરના ઘરે આવ્યા હતા.
નવી દિલ્હીઃ બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર એક્ટ્રેસના દુબઈમાં થયેલા નિધન બાદ તેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ શ્રીદેવી સાથે આ દુર્ઘટના થઈ તે સમયે તેણે શરાબનું સેવન કર્યું હતું અને નશામાં હોવાના કારણે તેને ચક્કર આવ્યા અને બેલેન્સ ગુમાવીને તે બાથટબમાં પડી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -