સમાજવાદી પાર્ટીના કયા મોટા નેતાએ PM મોદીના કર્યાં વખાણ, જાણો વિગત
જાતિવાદના મુદ્દે સમાજવાદી પાર્ટી અને રાજકીય દંભના મુદ્દે કોંગ્રેસ પર પણ અમરસિંહે નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવ પહેલા જ અમર સિંહ ઉત્તર પ્રદેશમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં જ્યાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી સામે નારાજગી વ્યક્ત કરતા અમરસિંહે જણાવ્યું હતું કે, જો તેમને માયાવતી, મમતા બેનર્જી અને મોદીમાંથી કોઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવાના હોય તો તેમનો વોટ નિશ્ચિતપણે આખરી એમ એટલે કે મોદીની સાથે છે.
તેમણે કહ્યું હતું કે, જો ક્યારેય તેમને અખિલેશ યાદવ અને માયાવતી તથા મોદી-યોગીમાંથી કોઈને પસંદ કરવા પડશે. તો તેઓ મોદી-યોગીને જ પસંદ કરશે. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અમરસિંહે મતદાતા તરીકે તેમણે વિચારવાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું.
અમરસિંહના નિવેદન બાદ તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો વધી ગઈ છે. જોકે અમરસિંહે સ્પષ્ટતા કરી છે કે, તેમનો ભાજપમાં જોડાવવાનો કોઈ ઈરાદો નથી. અમરસિંહે વડાપ્રધાન મોદીની સાથે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પણ વખાણ કર્યાં છે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ અમરસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. અમરસિંહે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે પસંદ કરે છે. મોદીમાં ગજબની નેતૃત્વ ક્ષમતા છે. અમરસિંહે બાકીની જિંદગી મોદીના નામે કરવાની વાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -