આ છે અમરનાથ હુમલાનો માસ્ટર માઈન્ડ, 'ઇસ્માઈલ'ને પકડવા સઘન સર્ચ ઓપરેશન
સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પર થયેલાં હુમલામાં સ્થાનિક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાથે મળ્યો હોવાના સબૂત મળ્યાં છે. પ્રથમ વખત એવું જોવ મળી રહ્યું છે કે જયારે કોઈ આતંકી હુમલા માટે બે આતંકી સંગઠનોએ એકબીજા સાથે હાથ મિલાવ્યાં હોય. પ્રથમ વખત લશ્કર-એ-તૈયબાને હુમલા માટે સ્થાનિકોએ મદદ કરી હોય તેના પુરાવા મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીર આઈજી મુનીર ખાને જણાવ્યું કે, “ અમરનાથ યાત્રાળુઓ પર થયેલાં હુમલાનું ષડયંત્ર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયાબાએ રચ્યું હતું. જેનો માસ્ટમ માઈન્ડ પાકિસ્તાની આતંકી ઈસ્માઇલ છે.” ઈસ્માઇલ લગભગ 3 વર્ષ પહેલાં તે કાશ્મીર આવ્યો હતો, જે બાદ તેને સાઉથ કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર બનાવવામાં આવ્યો. ઈસ્માઇલ પંપોર વિસ્તારમાં રહે છે. જમ્મૂ કાશ્મીર પોલીસ અનુસાર ઇસ્માઇલ ઉપરાતં બે અન્ય વ્યક્તિની પણ ઓળખ કરવામાં આવી છે.
અબૂ ઈસ્માઇલ લશ્કરનો દક્ષિણ કાશ્મીરનો સ્થાનિક કમાન્ડર છે. ઈસ્માઇલ પાકિસ્તાની નાગરિક છે અને કાશ્મીરમાં લશ્કરના પ્રમુખ બનાવીને મોકલવામાં આવ્યો હતો. ઈસ્માઇલ કાશ્મીરમાં લશ્કરનો પ્રમુખ અબૂ દુજાનાનો વારિસ છે અને તેને આ હુમલામાં કેટલાંક સ્થાનિકોનો પણ સહયોગ મળ્યો હતો. દુજાના કાશ્મીરમાં મોસ્ટ વોન્ટડે આતંકી છે. ઈસ્માઇલ અને દુજાના બંને જ પાકિસ્તાનના નાગરિક છે. હુમલા માટે ઈસ્માઇલને હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાનિક આતંકીઓએ પણ મદદ કરી હતી.
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના અનંતનામાં અમરનાથ યાત્રિઓ પર સોમવારે થયેલ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી ઇસ્માઇલ ભાઈ હતો. તેણે અન્ય ત્રણ આતંકવાદીઓને સાથે રાખીને આ હુમલાનો પાર પાડ્યો અને 7 પ્રવાસીઓના જીવ લીધા. ઇસ્માઈળની તસવીર પણ હવે સામે આવી ગઈ છે અને સુરક્ષા એજન્સીઓ તેને પકડવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, આતંકવાદીઓના ઇરાદા વધુ ખતરનાક હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -