ભાવી પુત્રવધૂ શ્લોકાએ અંબાણી પરિવાર સાથે કયા બે મોટા મંદિરે કર્યા દર્શન, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુકેશ અંબાણી આ પહેલા પણ ભાવી પુત્રવધુ શ્લોકા મહેતા અને પત્ની નીતા અંબાણી સાથે 25 માર્ચે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન માટે ગયા હતા.
કેદારનાથમાં દર્શન બાદ મુકેશ અંબાણીએ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુકેશ અંબાણી પરિવાર સાથે પરત મુંબઈ માટે રવાના થયા હતા.
ગુરુવારે મુકેશ અંબાણી પોતાના પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા સવારે 8.30 વાગ્યે બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીં પૂજા-અર્ચના કરીને તેમણે ભગવાનના આશીર્વાદ લીધા હતાં. ત્યાર બાદ લગભગ 10 વાગ્યે તેઓ સહપરિવાર સાથે કેદારનાથ પહોંચ્યા હતાં. અહીં પણ તેમણે પૂજા-અર્ચના બાદ સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે બીકેટીસીને 51 લાખ રૂપિયાનો ચેક પણ પ્રદાન કર્યો હતો.
દેહરાદૂનઃ ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર અને ભાવી પુત્રવધુ સાથે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાએ પહોંચ્યા હતા. મુકેશ અંબાણી સાથે તેમના દીકરા આકાશ અંબાણી અને ભાવી પુત્રવધુ શ્લોકા મેહતાએ પણ બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરી હતી અને મંદિરમાં દર્શન કર્યા હતાં. આ દરમિયાન મુકેશ અંબાણીએ સહપરિવાર બંને મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -