ATMમાં રાખેલ રૂપિયા પર જોખમ, અમેરિકન એજન્સીએ આપી ચેતવણી
સાયબર ક્રિમિનલ્સ ચાલાકીપૂર્વક કામ કરે છે. તેઓ ક્યાંક બેસીને જ ડઝન જેટલા દેશોના એટીએમમાંથી પૈસા ચોરી લે છે. આવી ઘટનાઓ યુરોપમાં બની છે. જેમાં મેલિશિયસ સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે જે મશીનને ચલણી નોટો બહાર કાઢવા આપોઆપ મજબૂર કરી દે છે. રશિયન સાયબર સિક્યુરિટી ફર્મ ગ્રૂપ આઈબીએ આ જાણકારી આપી છે. એટીએમ મેકર કંપનીઓ ડિબોલ્ડ નિક્સડોર્ફ અને એનસીઆર કોર્પ. આ મામલે કહે છે કે તેઓ હેકિંગના સંભવિત ભયથી સાવધાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકલી એસબીઆઈએ જ ૬ લાખ જેટલા ડેબિટ કાર્ડ્સ બ્લોક કર્યા હતાં. આનાથી માલવેર એટેક્સ અને સાયબર હુમલાની ભીતિ વધુ મજબૂત બને છે. આવી ઘટનાઓ જાપાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ આ વર્ષે બની છે. ફાયર આઈના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં માલવેરથી સર્જાતી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એવું અનુમાન છે કે ૨૦૧૭માં સાયબર ક્રિમિનલ્સ ધાર્મિક સંસ્થાઓને વધુ નિશાન બનાવી શકે છે. આ પ્રકારે હેકિંગની સમસ્યા ચીનથી વધુ પ્રમાણમાં થતી હોવાથી એશિયા-પેસિફિક રિજિયનમાં સાયબર હુમલા બેન્કિંગ નેટવર્ક પર થવાની શક્યતા વધી જાય છે.
એક મહિના અગાઉ ભારતની અગ્રણી બેન્કોના ડેબિટ કાર્ડ્સ બ્લોક કરવાનો વારો આવ્યો હતો. કેમકે ૩૨ લાખ જેટલા ડેબિટ કાર્ડ્સનો ડેટા ચોરી થયો હતો. આ ઘટના જે બેન્કો સાથે બની તેમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેન્ક અને યસ બેન્ક છે. ડેટા ચોરી એટીએમ નેટવર્કમાં માલવેર સંબંધિત સિક્યોરિટીમાં ક્ષતિ સર્જાયા પછી થઈ હતી.
નવી દિલ્હીઃ નોટબંધીના નિર્ણય બાદ મર્યાદિત સંખ્યામાં રોકડનો ઉપાડ કરી શકાતો હોવાથી અને રોકડની પ્રવર્તતની અછતને કારણે બેંકો અને એટીએમની બહાર લાંબી લાઈનો લાગી રહી છે. જેના કારણે લોકો ગુસ્સામાં પણ છે અને ચિંતામાં પણ છે. હવે આ ચિંતમાં વધારો થાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર એશિયા-પેસિફિક રિજિયન (એપીએસી)ના એટીએમ પર 2017માં સાયબર હુમલો થવાની પૂરેપૂરી શક્યા છે.
ભારત માટે આ બાબત એટલા માટે ચિંતાજનક છે, કારણ કે એક મહિના પહેલા જ ભારતમાં વિવિધ બેન્કોના મળીને કુલ 32 લાખ જેટલા ડેબિટ કાર્ડ્સનો ડેટા ચોરી થયો હતો. આટલા મોટા પ્રમાણમાં ડેટા ચોરી થાય ત્યારે ઓનલાઈન ગેરરીતિની કોઈપણ ઘટના બની શકે છે. એવામાં જ્યારે નોટબંધીના કારણે રોકડની અછત સર્જાઈ છે ત્યારે લોકોની ઈચ્છા ન હોય તો પણ ઓનલાઈન ખરીદી કે કાર્ડ્સનો ઉપયોગ વધુ કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં હેકર્સ પોતાની મેલી મુરાદ પાર પાડવા પ્રયાસો કરી શકે છે.
અમેરિકા સ્થિત સાયબર સિક્યુરિટી કંપની ફાયરઆઈએ તેના '૨૦૧૭ સિક્યુરિટી લેન્ડસ્કેપ-એશિયા પેસિફિક એડિશન' રિપોર્ટમાં દાવો કરતાં કહ્યું છે, 'અમે APAC રિજિયનમાં એટીએમ પર સાયબર હુમલા અંગે લક્ષ આપી રહ્યા છીએ, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં એટીએમ કે જેમાં હજુ પણ જૂના એટીએમ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે અને વિન્ડોઝ એક્સપી ઓએસ પર કાર્યરત છે એવા એટીએમ પર હેકિંગનું જોખમ વધુ પ્રમાણમાં રહેલું છે. કેમકે, આવા એટીએમને નિશાન બનાવવા વધુ સરળ સાબિત થઈ શકે છે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -