‘જે પણ PM મોદી પર જૂતું ફેંકશે તેને 1 લાખ રૂપિયા આપીશ’, જાણો કોણે કર્યું આ વિવાદિત નિવેદન
આ શખ્સે એક ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘એકદમ નહીં, હું તે શખ્સને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું, જે નરેન્દ્ર મોદી પર જૂતું કે ચપ્પલ ફેંકશે. ભારતની નવી સંસ્કૃતિમાં તમારું સ્વાગત છે, આ સંસ્કૃતિની આધારશિલા બીજેપીએ મુકી છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહકિકતમાં આ શખ્સ કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે શિવ કુમારના પદ્માવતી વિવાદ સાથે જોડાયેલા એક ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. ડી.કે શિવકુમારે લખ્યું હતું કે, આ નિંદા યોગ્ય છે કે બીજેપીના મંત્રીઓ અભિનેત્રી દીપિકા પાદુકોણનું માથું કાપવા પર 10 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી રહ્યા છે, જે અમારા રાજ્યની રહેનારી છે અને ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીની દીકરી છે. શું આ જ બીજેપીની સંસ્કૃતિ છે, શું તે લોકો આવી જ રીતે મહિલાઓનું સમ્માન કરે છે? આ શખ્સ વિરુદ્ધ તરત જ કાર્યવાહી થવી જોઈએ.
મુંબઈઃ ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે ફિલ્મમેકરે વિવાદિત નિવેદન આપ્યં છે. મુંબઈના એક ફિલ્મમેકરે ટ્વિટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જૂતું કે ચપ્પલ ફેંકશે તેને તે એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ ફિલ્મમેકરનું નામ રામ સુબ્રમણ્યમ છે. આ વ્યક્તિનો દાવો છે કે તે અનેક આંદોલન ઉભા કરી ચૂક્યા છે. ફિલ્મ પદ્માવતિ પર ચાલી રહેલ વિવાદથી આ વ્યક્તિ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -