આમિરખાન બિહાર પૂરપીડિતોને 25 લાખની કરશે સહાય
આ પૂરગ્રસ્ત લોકો માટે બીજા અન્ય લોકોએ પણ સહાય કરી છે. કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના મંત્રી કૃષ્ણ કુમાર ઋષિના એક લાખ, વિધાન પાર્ષદ કૃષ્ણ કુમાર સિંહે અઢી લાખ અને કુમાર ઓર્ગેનિક પ્રોડક્ટ લિમિટેડ તરફથી સાડા બાર લાખ, પૂર્વ મુખ્યમંત્રી મોનાજિર હસનને 50 હજાર, પૂર્વ વિધાન પાર્ષદ વિનોદ કુમાર સિંહે એક લાખ, તથા બેગૂસરાયના મેયર ઉપેન્દ્ર સિંહે એક લાખ અગિયાર હજારનો ચેક મુંખ્યમંત્રીને આપ્યો છે. મુખ્યમંત્રીએ રાહત કોષમાં દાન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને તેમના સામાજિક પહેલની પ્રસંશા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટણા : બિહારમા આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ફિલ્મ અભિનેતા અમિરખાને રૂપિયા 25 લાખની સહાય કરી છે. તેમણે આમિરખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોસ્ટના માધ્યમથી મોકલ્યા છે. તો બીજી બાજૂ સાંસદ ડૉ. સીપી ઠાકુરે મુજફ્ફરપુર જિલ્લાના પૂર પ્રભાવિત સાહેબગંજ માટે તેમના સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 20 લાખ તથા તેમના તરફથી 8 હજાર 30 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે મુખ્યમંત્રી નીતીશ કુમારને આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -