દેશના આ ટોચના બિઝનેસમેન બનવા માંગે છે જલ્લાદ, જાણો કોને આપવા માંગે છે ફાંસી?
નવી દિલ્હીઃ ઉન્નાવ અને કઠુઆ અને સુરતની ઘટનાને લઇને આખા દેશમાં આક્રોશ છે. લોકો પીડિતાઓને ન્યાય અપાવવા માટે ઠેરઠેર રેલી યોજી રહ્યા છે. તમામની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. આ બધા વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ ઘટનાઓથી દુખી થઇને ટ્વિટર પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું કે, જલ્લાદની નોકરી કરવી કોઇને પણ ગમશે નહીં. પરંતુ રેપ કરનારા આરોપીઓ અને નાની બાળકીઓની હત્યા કરનારા હત્યારાઓને સજા આપવાની વાત હોય તો હું આ નોકરી ખુશી-ખુશી કરવા માંગીશ. હું શાંત રહેવાનો પ્રયાસ કરું છું પરંતુ આપણા દેશમાં બની રહેલી આ પ્રકારની ઘટનાઓથી મારુ લોહી ઉકળે છે.
નોંધનીય છે કે ઉન્નાવ અને કઠુઆની ઘટનાઓને લઇને આખા દેશમાં પ્રદર્શનો થઇ રહ્યા છે. મુંબઇ, દિલ્હી સહિત દેશના મહત્વના શહેરોમાં અનેક લોકો પીડિતાઓને ન્યાય અપવવાની માંગ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -