PM મોદીના ઇન્ટરવ્યૂ પર ભડક્યા ચંદ્રબાબુ નાયડૂ, ચર્ચા કરવાનો ફેંક્યો પડકાર
નવી દિલ્હીઃ NDAમાંથી અલગ થયા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂ કેન્દ્રની મોદી સરકાર અને પ્રધાનમંત્રી મોદી પર સતત પ્રહાર કરતા જોવા મળ્યા છે. હવે મુખ્યમંત્રી ચંદ્રબાબૂએ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને તેના સાડા ચાર વર્ષના કાર્યકાળ પર ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, મોદી જણાવે કે તેના કાર્યકાળમાં દેશને શું ફાયદો થયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રશ્ન કર્યો કે મોદી રાજમાં શું દેશનો આર્થિક વિકાસ થયો છે? તેમણે પૂછયું યુપીએ સરકારમાં પણ સારો નહીં રહ્યો હોય, પરંતુ આ સરકારમાં પણ કંઇ શ્રેષ્ઠ નથી. જીએસટી અને નોટબંધીથી શું આર્થિક વિકાસ થયો છે?
નાયડુએ આરોપ લગાવ્યો કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયથી દેશનું આર્થિક માળખું પડી ભાંગ્યું છે. તેમણે મુદ્દે પીએમને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -