વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર YSR કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર અણીદાર હથિયારથી હુમલો, જાણો વિગત
જગન મોહન રેડ્ડી વાઈ એસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. તેમના પિતા 2004થી 2009 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી હતા તે દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. જગન મોહને પિતાના નિધન બાદ કોંગ્રેસથી અલગ થઈ વાઇએસઆર કોંગ્રેસ નામની પાર્ટી બનાવી. જે હાલ આંધ્રપ્રદેશમાં મુખ્ય વિપક્ષ છે. હાલ જગન મોહન પાર્ટી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહુમલાખોરનું નામ જે શ્રીનિવાસ છે. તે એરપોર્ટ પરની એક રેસ્ટોરામાં કામ કરે છે. તે જગનનો મોટો પ્રશસંક હોવાનું હોવાનું કહી રહ્યો છે. શ્રીનિવાસ જગન સાથે સેલ્ફી લેવા માંગતો હતો. સીઆઈએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર પાસેથી બે ઈંચ લાંબુ તીક્ષ્ણ અણિદાર હથિયાર મળી આવ્યું છે.
વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે જગન પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જોકે તેમને ગંભીર ઈજા પહોંચી નહોતી. અણીદાર હથિયાર જગનને ખભામાં વાગવાના કારણે ત્યાંથી લોહી નીકળી ગયું હતું.
જગન મોહનની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ દ્વારા હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી છે. જગન વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જવા માટે ફ્લાઇટની રાહ જોતા હતાં તે દરમિયાન એક વ્યક્તિ તેમની નજીક ધસી આવ્યો અને હથિયારથી હુમલો કરી દીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -