રાફેલ ડીલ: અનિલ અંબાણીએ AAP નેતા સંજયસિંહ પર માંડ્યો 5000 કરોડનો માનહાનિનો દાવો
સંજય સિંહે ટ્વિટ કરી રહ્યું કે ઉદ્યોગપતિઓની દબંગાઈ ચરમ પર છે. પહેલા કૌભાંડ કરશે, પછી તેના વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ પર માનહાનિનો કેસ કરશે, તેમણે કહ્યું કે હું મારી વાત પર કાયમ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનહાનિની નોટિસ પર સંજય સિંહે પણ વળતો જવાબ આપતા કહ્યું કે કોઈ અંબાણી કે અડાણી આમ આદમીની અવાજ નહીં દબાવી શકે. તેમણે કહ્યું માનહાનિની નોટિસ રાફેલ ડીલમાં થયેલા સવાલોના જવાબ નથી.
અનિલ અંબાણીએ કહ્યું કે સંજય સિંહના આરોપોથી તેની બદનામી થઈ છે. આપ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહએ 13 ફેબ્રુઆરીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત અને ફ્રાંસમાં 36 રાફેલ વિમાનોને લઈને 56000 કરોડની ડીલ થઈ છે. તેમાં રિલાયન્સ ડિફેંસ લિમિટેડ ફ્રાંસની એવિએશન કંપની ડસોલ્ટ એવિએશનને 22000 કરોડનો કૉન્ટ્રાક્ટ મળવાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્લી: રાફેલ ડીલ પર પક્ષ-વિપક્ષના આરોપ-પ્રત્યારોપ વચ્ચે દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર 5000 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. અનિલ અંબાણીએ રાફેલ ડીલને લઈને તેની બદમાની કરવા પર સંજય સિંહને કાનૂની નોટિસ મોકલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -