મહારાષ્ટ્રના આ ટોચના નેતાએ કર્યું 25,000 કરોડનું કૌભાંડ, અણ્ણા હઝારે કરી હાઈકોર્ટમાં અરજી
જસ્ટીસ અભય ઓકાના અધ્યક્ષપદવાળી પીઠ સમક્ષ અન્ના હઝારેએ બે સીવીલ જનહિત અરજી અને એક આપરાધિક જનહિત અરજી દાખલ કરી છે. જેના ઉપર છઠ્ઠીએ સુનાવણી થશે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કો.ઓપરેટીવ ખાંડની મીલોને પહેલા દેવાના બોજ હેઠળ દબાવી દેવામાં આવી હતી અને પછી તેઓને બીમારૂ જાહેર કરી અત્યંત ઓછી કિંમતે વેચી દેવામાં આવી છે. આનાથી સરકાર, સહકાર ક્ષેત્ર અને લોકોને રપ,૦૦૦ કરોડનું નુકસાન થયુ છે. આ કથિત કૌભાંડમાં જે લોકો વિરૂધ્ધ પણ પ્રથમ દ્રષ્ટિએ કેસ બનતો હોય તો તેઓની સંપત્તિઓ કબજામાં લઇ કોર્ટ રિસીવર નિયુકત કરવા અને કૌભાંડમાં રાજનેતાઓની ભુમિકાની તપાસ એસઆઇટી પાસે કરાવવાની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ મહારાષ્ટ્રમાં 25 હજાર કરોડ રૂપિયાના કોઓપરેટિવ ખાંડ મીલ કૌભાંડનો આરોપ લગાવતા સામાજીક કાર્યકર અન્ના હઝારેએ બોમ્બ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે અરજીમાં આ કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે. અરજીમાં એનસીપીના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને શરદ પવાર અને તેના ભત્રીજા અને રાજ્યના પૂર્વ સિંચાઈ પ્રધાન અજિત પવારના નામ પ્રતિવાદી તરીકે સામેલ કર્યા છે.
અરજીઓમાં સરકાર કે કો.ઓપરેટીવ બેંકો દ્વારા મહારાષ્ટ્રમાં તમામ કો.ઓપરેટીવ ખાંડ મીલોની કથિત રીતે ગેરકાનૂની વેચાણની તપાસ માટે પંચ રચવાની પણ માંગણી કરવામાં આવી છે. અન્નાએ કહ્યુ છે કે, અરજીમાં આપવામાં આવેલા આંકડા અને તથ્યો આરટીઆઇ હેઠળ મંગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે આ કૌભાંડે સમગ્ર રાજયને દઝાડી દીધુ છે અને રાજયને પ૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -