લોકપાલ અને ખેડૂતોના મુદ્દાને લઇને આજથી અન્ના હજારેની ભૂખ હડતાળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને કહ્યું કે ચાર વર્ષ થઇ ગયા છતાં સરકારે કોઇને કોઇ કારણે લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ ટાળી રહી છે, જેના કારણે મારે ભૂખ હડતાળ પર બેસવું પડે છે.
અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ, 2011એ ખરેખર દેશ રસ્તાં પર આવ્યો હતો, અને તેમની સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી હતી.
અન્નાએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર ગોળગોળ ફેરવી રહી છે અને લોકપાલની નિયુક્તિ નથી કરી.
નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે એકવાર ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યાં છે. સોમવારે તેમને કહ્યુ કે આ ભાજપાના નેતૃત્વ વાળી સરકાર લોકપાલ આંદોલનના કારણે કેન્દ્રની સત્તામાં આવી છે અને તે લોકપાલની નિયુક્તિને લઇને આજથી 2જી ઓક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -