વાવાઝોડાનો ભય યથાવત: કયા રાજ્યમાં આગામી 12 કલાક માટે એલર્ટ જાહેર કર્યું, જાણો વિગત
સામાન્ય રીતે એવું માનવામાં આવી બેસે છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક અન્ય અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં વાવાઝોડાની તીવ્રતા અને ફ્રિક્વેંસી પર ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને હજી સુધી અલગથી અભ્યાસ નથી થયો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને રાજસ્થનાના 10 જીલ્લાઓમાં હજી પણ આગામી 12 કલાક માટે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહપાત્રાના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ચારેય પરિસ્થિતિઓ એકસાથે ઉભી થઈ હતી. જમીનનું તાપમાન વધારે હતું અને હિમાચલ પ્રદેશથી ભેજવાળી હવાઓ પણ ફેંકાઈ રહી હતી. વાતાવરણ સ્થિર નહોતું અને હરિયાણા તથા તેની આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશને વાવાઝોડું સર્જાયું હતું.
એમ મોહપાત્રાએ જણાવ્યું હતું કે, પ્રચંડ વાવાઝોડા માટે હવામાનની એક સાથે 4 પરિસ્થિતિઓ હોવી જરૂરી છે. પર્યાપ્ત માત્રમાં ધરતી ગરમ હોવી, હવામાં ભેજ હોવો, વાતાવરણ અસ્થિર હોવું અને આ તમામ બાબતો શરૂ હોવાનું મિકેનિશઝમ હોવું.
હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાને લઈને એલર્ટ જારી કરી દીધું હતું. પરંતુ પવનની ઝડપ અંદાજ કરતા વધારે વધી ગઈ હતી. ક્યાંક તો 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયો હતો. ડીજીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું જે વિસ્તારમાંથી પસાર થયું ત્યાંની સ્થાનિક ગડબડના કારણે આમ થયું. જમીનની પરિસ્થિતિઓ અને ટનલિંગ ઈફેક્ટ્સના કારણે હવાઓને વધુ ગતિ મળી ગઈ.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડીજી કે જી રમેશે જણાવ્યું હતું કે, વાવાઝોડાનો સંપર્ક આ વિસ્તારોમાંથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે થઈ ગયો હતો. આ ઉપરાંત અસ્થિર વાતાવરણના કારણે વાવાઝોડું શક્તિશાળી બની એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે આ વિનાશ થયો હતો.
હવામાન વિભાગે વાવાઝોડું અચાનક જ આટલું કાતિલ અને વિનાશકારી બની જવાના કારણો જણાવતા કહ્યું હતું કે, વધારે પડતું તાપમાન હોવાના કારણે ઉત્તર ભારતમાં વાવાઝોડું અને ધૂળની ડમરીઓ ઉડવી સામાન્ય બાબત છે. પરંતુ આ વખતે વાવાઝોડાને વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે મળી જવાના કારણે સામાન્ય જણાતા પવનો અચાનક જ વિનાશકારી વાવાઝોડામાં તબદીલ થઈ ગયાં હતાં જેના કારણે આ ઘટના બની હતી.
નવી દિલ્હી: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં આવેલા વાવઝોડામાં 129 લોકોથી વધુનાં મોત નિપજ્યાં છે. જોકે ઘાત હજી ટળી નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 10 જીલ્લાઓમાં એલર્ટ જારી કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -