સૈન્ય અભ્યાસ દરમિયાન એકસાથે નાચ્યા ભારત-પાકના સૈનિકો, સેના પ્રમુખ બિપિન રાવતે શું કહ્યું?, જાણો વિગત
સેના પ્રમુખે આજે દિલ્હીમાં એક સેમિનાર દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે કહ્યું કે, રશિયામાં ભારત અને પાકિસ્તાનના સૈનિકોના એક સાથેના ડાન્સને સરહદ પર થઈ રહેલી કાર્યવાહી સાથે જોડીને જોઈ શકાઈ નહી. આ પ્રકારનો ગરમ મિજાજી બન્ને દેશોના સૈનિકો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં પણ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના સૈનિકો રશિયામાં એક સાથે સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ બન્ને દેશોના સૈનિકો વચ્ચે મિત્રતાભાવ પણ જોવા મળ્યો છે. સૈન્ય અભ્યાસ દરમિયાન સેનાના જવાનોએ એકસાથે ગીત ગાયુ અને ડાન્સ પણ કર્યો હતો. તેને લઈને જ્યારે સેનાધ્યક્ષ બિપિન રાવતને સવાલ પૂછવામાં આવ્યો કે, આ મિત્રતાભર્યા વ્યવહારનો પ્રભાવ શું એલઓસી પર બન્ને દેશોના સૈનિકો પર પડશે? ત્યારે તેમણે કહ્યું કે તેને સરહદ પર થનારી કાર્યવાહી સાથે જોડીને જોઈ શકાય નહી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રશિયાના રેબરકુલમાં થયેલા એસસીઓ પીસ મિશન એક્સરસાઈઝમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ આઠ દેશોની સેનાએ ભાગ લીધો હતો. 1947માં આ પ્રથમ વખત બન્ને દેશોની સેનાઓ યુદ્ધભ્યાસમાં એક સાથે ભાગ લીધો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -