હવેથી બેન્કોમાં ચાર લાઇન થશે, બે નવી લાઇન કોના માટે
સરકારે જૂની નોટના ઉપયોગ પર 24 નવેમ્બર સુધી રાહત આપી હતી. તેમણે કહ્યું કે, એર ટિકિટ, રેલ ટિકિટમાં પણ હવે જૂની નોટ ચલાવવામાં આવશે. તે સિવાય રિઝર્વ બેન્ક ટાસ્ક ફોર્સ બનાવશે. દાસે જણાવ્યુ હતું કે, બેન્કો અને પોસ્ટ ઓફિસમાં કેશ વધારવામાં આવશે. પેશનર્સ 15 જાન્યુઆરી સુધી લાઈફ સર્ટીફિકેટ આપી શકશે. તે સિવાય રિઝર્વ બેન્ક ગામડાઓમાં મોબાઇલ વાન પણ ચલાવશે છે જેથી લોકોને સુવિધા રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ મોદી સરકારે જ્યારથી રૂ. 500 અને 1,000ની જૂની નોટો પર પ્રતિબંધ મુક્યો છે ત્યારથી સામાન્ય જનતા ખૂબ પરેશાનીનો સામનો કરી રહી છે. એવામાં બેન્કો અને એટીએમ આગળ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાથી પ્રજા ત્રાસી ગઇ છે.
આજે પણ ઈકોનોમી અફેર્સના સેકેર્ટરી શક્તિકાંત દાસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોકોને રાહત આપતા જણાવ્યુ હતું કે હવેથી બેન્કો આગળ ચાર લાઇન કરવામાં આવશે જેમાં દિવ્યાંગો અને સીનિયર સીટિઝન માટે અલગ લાઈન કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -