સરદાર પટેલના પિતા અને પત્નીનું નામ શું હતું ? જેટલીનો કોંગ્રેસને સવાલ
જેટલીએ ફેસબુક બ્લોગમાં લખ્યું છે કે, ઉપરોક્ત વાતો સાંભળ્યા બાદ મેં મારા જાણકાર મિત્રોને ત્રણ સવાલ પૂછ્યા. (1) ગાંધીજીના પિતાનું નામ શું હતું ? (2) સરદાર પટેલના પિતાનું નામ શું હતું ? (3) સરદાર પટેલની પત્નીનું નામ શું હતું ? મારા કોઈપણ જાણકાર મિત્રો પાસે આ સવાલોનો સ્પષ્ટ જવાબ નહોતો. આ કોંગ્રેસની રાજનીતિની દેણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીજીએ ભારતની આઝાદી માટે આંદોલન કર્યું હતું. સરદાર પટેલનું યોગદાન પણ ઓછું નથી. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે તેઓ ભારતના ડેપ્યુટી પીએમ અને ગૃહમંત્રી હતા. તેમણે અનેક રજવાડાઓને એક કર્યા. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી, સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને તેમની પત્નીનું નામ દિવાળી બા હતું. જોકે પટેલની પત્નીનો ફોટો કે તેમની ડીટેલ રિસર્ચ અને કોશિશો છતાં પણ મળી શકી નથી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા-પિતા પર કોંગ્રેસ નેતાઓની ટિપ્પણીનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પીએમ દ્વારા આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા બાદ નાણા મંત્રી અરૂણ જેટલી પણ મેદાનમાં આવ્યા છે. તેમણે કોંગ્રેસ પર વંશવાદી રાજનીતિ કરવાનો આરોપ લગાવીને કહ્ય. કે, આ પાર્ટીએ અનેક મોટા નેતાઓના યોગદાનને ઓછું કરી દીધું છે. કોંગ્રેસ માત્ર એક ગ્રેટ સરનેમને જ પોલિટિકલ બ્રાન્ડના રૂપમાં સ્વીકાર કરે છે. જેટલીએ દેશના બે મોટા નેતાઓના પિતાના નામ પૂછીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
જેટલીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં લખ્યું છે કે, આનું સીધું જ કારણ છે. દાયકા સુધી કોંગ્રેસ શાસનમાં કોલોની, શહેરો, પુલો, એરપોર્ટ્સ, રેલવે સ્ટેશનો, સ્કૂલો, કોલેજો, વિશ્વવિદ્યાલયો, સ્ટેડિયમોના નામ માત્ર એક પરિવાર પરથી રાખવામાં આવ્યા. જેમનો હેતુ ગાંધી નામને ભારત રોયલ્ટીની જેમ દેખાડવાનો હતો. એક જ પરિવારના લોકોને ‘લાર્જર ધેન લાઇફ’ની જેમ પ્રોજેક્ટ કરવામાં આવ્યા. સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓનું યોગદાન આછું આંકવામાં આવ્યું. જ્યારે પંડિત જવાહર લાલ નેહરુએ તેમની દીકરીને વારસો સોંપ્યો ત્યારથી જ તેમણે વંશવાદી લોકતંત્રનો પાયો રાખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -