કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીએ 2015ની સાલમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ પર માનહાનિનો કેસ કર્યો હતો. આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જેટલીએ દિલ્લી ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ પદ પર હતા ત્યારે ખૂબ ગડબડીઓ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરૂવારના રોજ જીએસટી કાઉન્સિલની તરફથી ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. જીએસટીનું નેતૃત્વ કરી રહેલા અરૂણ જેટલીની સાથે અરવિંદ કેજરીવાલ ડિનર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને નેતા એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે.
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણા મંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ ભર્યા સબંધો છે તે જગજાહેર છે. બંને એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. અજય માકને ટ્વિટ કર્યું હતું કે, બદલે બદલે સે મેરે સરકાર નજર આતે હૈ. વાહ કેજરીવાલ વાહ, કયા પુરાની દિખાવટી કુશ્તી કા ડ્રામા ખતમ?
આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ફૂડ એન્ડ સપ્લાય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પણ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ પણ આ ડિનરમાં ઉપસ્થિત હતા અને તેઓ પણ કેજરીવાલને મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -