કઈ મેગાસીટીની હોસ્પિટલમાં મફત ઈલાજ કરવામાં આવશે, કઈ સરકારે લીધો નિર્ણય, જાણો વિગત
આ જોતા આગામી કેન્દ્રના બજેટમાં 2019ની સંસદની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાતની ‘મા અમૃતમ્’ના પગલે ‘પા’ યોજના (પ્રધાનમંત્રી અમૃતમ્) અચૂક નેશનલ લેવલે આવી રહી છે. લોકોને આ છેલ્લા પૂર્ણ બજેટમાં આરોગ્યલક્ષી અબજો રૂપિયાની મફત અથવા નજીવા દરે સવલતોનો ઢગલો કરી દેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટીટ્યુટ, જીવન નર્સિ હોમ, મેટ્રો, ધર્મશીલા, ગોયલ, દિપક મેમોરીયલ, જૈન હોસ્પિટલ સહિતની 50 હોસ્પિટલ આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલ સરકારની લોકોમાં જે રીતે મેડીકલ સેવાઓ છવાઈ ગઈ છે જે રીતે તે આ વિવાદાસ્પદ અને વાતે વાતે ‘આડા’ ચાલતા દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનરે આ મેડીકલ યોજનાને મંજૂરી આપી છે.
એમઆરઆઈ વીથ કોન્ટ્રાસ્ટ-વિધાઉટ કોન્ટ્રાસ્ટ, સીટી સ્કેન, પીઈટી સીટી સ્કેન, રેડીયો ન્યુક્લોટાઈડ સ્કૈન, અલ્ટ્રાસાઉન્ડ, કલર ડોપ્લર, મેમોગ્રાફી, ઈકો (ઈસીએચઓ), ટીએમટી, ઈસીજી, ઈએમજીની તપાસ પણ આ 50 હોસ્પિટલ - 40 લેબોરેટરીમાં વિનામૂલ્યે કરવામાં આવશે.
દિલ્હીની ‘આપ’ સરકારે આ માટે 50 ખાનગી હોસ્પિટલ અને 40 લોહી પરીક્ષણ કરતી લેબોરેટરી સાથે કરારો કર્યા છે. આ ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન કરાવવાના દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવશે. એટલુ જ નહીં હોસ્પિટલ છોડ્યા પછી 1 મહિના સુધી દર્દીઓની તપાસ નિયમિત રીતે કરવામાં આવશે.
હંમેશા દિલ્હી સરકારને આડા આવેલા લેફટનન્ટ જનરલ અનિલ વૈજલે મંજૂરી આપ્યા પછી ‘સબકે લીએ સ્વાસ્થ્ય યોજના’ લાગુ કરી દેવામાં આવી છે. આમાં અમીર અને ગરીબ બધાં માટે એક સરખા નિયમો રાખવામાં આવશે.
દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે. દિલ્હીવાસીઓને 50 ખાનગી હોસ્પિટલોમાં 13 જાતના મેડીકલ ટેસ્ટ અને 52 જેટલી બિમારીઓના ઓપરેશન મફતમાં કરી આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -