રાજકારણીઓની સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કેટલાકની સંપત્તિ તો 500% ટકા વધી
કોર્ટે કહ્યું કે જો તમને લાગતું હોય કે કેટલીક વિગત જાહેર કરી શકાય તેવી નથી, તો બંધ કવરમાં તે રજૂ કરો. એનજીઓ લોક પ્રહરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વિનંતી કરી છે કે ચૂંટણી લડતા દરેક ઉમેદવારની આવકના સ્રોતની વિગત જાહેર કરતી એક કોલમ તેમના ઉમેદવારીપત્રમાં ઉમેરવી જોઈએ. તેમાં દલીલ છે કે ઉમેદવારો આવક તો જાહેર કરે છે, પરંતુ તેનો સ્રોત જાહેર નથી કરતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર કહી રહ્યું છે કે ચૂંટણી સુધારા કરવામાં તેને વાંધો નથી, પણ તેણે કોઈ જરૂરી વિગત જાહેર કરી નથી. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT)એ એફિડેવિટમાં જે વિગત આપી છે તે પણ અધૂરી છે. જસ્ટિસ જે.ચેલમેશ્વર અને એસ. અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું હતું કે, ‘સીબીડીટીની માહિતી પણ પૂરી નથી. શું ભારત સરકારનું આવું વલણ છે/ અત્યાર સુધી તમે શું કર્યું /’ બેન્ચે સરકારને ૧૨ સપ્ટેમ્બર સુધીમાં વિસ્તૃત માહિતી સાથે એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે.
નવી દિલ્હીઃ સાંસદ અને ધારાસભ્ય બન્યા બાદ નેતાઓની સંપત્તિમાં થઈ રલે આશ્ચર્યજનક વધારા પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. કેટલાકની સંપત્તિ તો ૫૦૦ ટકા ઉછળી ગઈ છે. બુધવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપતા આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા કહ્યું છે. આ અહેવાલમાં કેન્દ્રએ જણાવવાનું રશે કે આ મામલે સરકારે અત્યાર સુધી શું કાર્યવાહી કરી અને તપાસ ક્યાં સુધી પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -