આસારામ સામેના બળાત્કાર કેસમાં આ અઠવાડિયે ક્યારે આવશે ચુકાદો? જોધપુરમાં કેમ લગાવાઈ કલમ 144?
ઉલ્લેખનીય છે કે આસારામ 31 ઓગસ્ટ, 2013થી જેલમાં છે. આસારામ વિરુદ્ધ પોક્સો(પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) એક્ટ અને શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ ટ્રાઈબ્સ(પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, હું અંગત રીતે પીડિતાના પરિવારજનોની સુરક્ષાની સમીક્ષા કરી રહ્યો છે. ચુકાદાની તારીખ નજીક આવતા અમે પીડિતાના પરિવારજનોના સતત સંપર્કમાં છીએ. પીડિતાના પરિવારજનોને જે પણ મદદ જોઈતી હશે તે પૂરી પાડીશું.
બીજી તરફ આસારામના આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પીડિતાના ઘરની બહાર પણ પાંચ પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે તેમ શાહજહાંપુરના એસપી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા છે કે ચુકાદો આવ્યા બાદ આસારામના સમર્થકો જોધપુરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. ડીસીપી(પૂર્વ) અમાન દીપ સિંહે જણાવ્યું હતું કે, આસારામના સમર્થકો શહેરની બહાર જ રાખવાના પ્રયત્નો કરવામાં આવશે. જેના કારણે સમર્થકો કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે.
જોધપુર પોલીસના જણાવ્યા અનુસાર 30 એપ્રિલની સાંજ સુધી સીઆરપીસીની કલમ 144 અમલમાં મૂકવામાં આવી છે. રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર સેન્ટ્રલ જેલના સંકુલમાં ચુકાદો સંભાળવવાની રાજસ્થાન પોલીસની અરજીને માન્ય રાખી છે. આ ઉપરાંત કોર્ટની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જોધપુર: જોધપુરની ટ્રાયલ કોર્ટ આસારામ વિરુદ્ધના બળાત્કાર કેસમાં 25 એપ્રિલે ચુકાદો આપવાની હોવાથી જોધપુરમાં અને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પીડિતાના ઘરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -