જોધપુર: આસારામને આજીવન કેદની સજા ફટકારતાં જ કોર્ટમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો
જોકે, સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યોમાં એલર્ટ મોકલી દીધું હતું જેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટના નિર્ણય બાદ સ્થિતિ રામ રહીમના કેસ જેવી ના થાય અને આસારામના સમર્થક કોઈ હિંસા ન કરે માટે જોધપુરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોધપુર જેલની બહાર પણ કડક સુરક્ષાનો બંદોબસ્ત રખાયો હતો.
ઉલ્લેખનીય છે કે, એક હજાર 667 દિવસ સુધી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ રેપના આરોપી આસારામ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો. સગીર શિષ્યા સાથે દુષ્કર્મમાં આજે રાજસ્થાનની જોધપુર કોર્ટ ચુકાદો આપ્યો છે.
આજે દુષ્કર્મ કેસમાં જોધપુર કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાંભળતાં જ આસારામ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. જ્યારે શિલ્પી અને શરદ પણ રડવા લાગ્યા હતા. આ ચુકાદાથી સાધકો પણ રડવા લાગ્યા હતા તેવું જાણવા મળ્યું હતું. જ્યારે સાધકોને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતાં.
જોધપુર: દુષ્કર્મ કેસમાં આજે જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આસારામને આજીવન સજા સંભળાવતા તે કોર્ટની અંદર જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. આ ઉપરાંત મુખ્ય સેવાદાર શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -