આસારામની સાથે દોષિત ઠરેલાં શિલ્પી અને શિવા કોણ છે? સગીરા પર બળાત્કારના કેસમાં શું ભજવેલી ભૂમિકા?
આ ચારેય સામે પણ આસારામની જેમ 6 નવેમ્બર, 2013ના રોજ પોક્સો તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરાયું હતું. જો કે કોર્ટે શિવા અને શિલ્પીને દોષિત ઠેરવતાં તેમને પાંચ વરસની ઓછામાં ઓચી સજા થઈ શકે છે. આ કેસમાં આસારામને દસ વરસથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પી આસારામના છિંદવાડા આશ્રમની ગૃહમાતા હતી. શિલ્પી જ જે સગીરા પર આસારામે બળાત્કાર ગુજાર્યો તે છોકરીને આસારામ પાસે લઈ ગઈ હતી. આસારામે આ છોકરીને હવસનો શિકાર બનાવીને તેની જીંદગી બરબાદ કરી નાંખી.
શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશે આસારામના દુષ્કર્મમાં મદદગારી કરી હતી તેવું પોલીસે આરોપનામામાં જણાવ્યું હતું. આ પૈકી શિવા આસારામનો ખાસ માણસ મનાતો હતો અને આસારામની તમામ સગવટો સાચવવાની કામગીરી તે બજાવતો હતો.
આ આરોપીઓમાં શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશનો સમાવેશ થતો હતો. આ પૈકી શિવા અને શિલ્પીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે જ્યારે શરદ અને પ્રકાશને નિર્દોષ છોડ્યા છે. આસારામે જોધપુરથી 30 કિલોમીટર દૂર આવેલા માનસી આશ્રમમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો.
જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં આસારામ સહિત ત્રણ આરોપીને દોષિત ઠેરવાયા છે પણ મોટા ભાગનાં લોકોને બાકીના ચાર આરોપી કોણ હતા તે જ ખબર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -