અશોક ગેહલોત બન્યા રાજસ્થાનના મુખ્યમંત્રી, પાયલટ બનશે ઉપમુખ્યમંત્રી
અશોક ગહલોતે સરદારપુરા બેઠક પરથી ચૂંટણીમાં જીત મેળવી છે. જ્યારે સચિન પાયલટે ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશોક ગહલોત બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ખૂબ નાની ઉંમરમાં તેઓ પ્રદેશના અધ્યક્ષ બન્યા હતા. અશોક ગહલોત કેંદ્રીય સંગઠનમાં મહાસચિવના પદ પર છે. આ શક્તિશાળી પદ છે અને રાહુલ ગાંધીની એકદમ નજીકના નેતાઓમાં ગણતરી થાય છે. અશોક ગહલોતની રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર સારી પકડ છે. ગહલોત જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી યોજનાઓના કારણે રાજસ્થાનના લોકો વચ્ચે તેમની છબી ખૂબ સારી છે.
ગહલોત પહેલીવાર 1 ડિસેમ્બર 1998ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા અને પાંચ વર્ષ સુધી કોંગ્રેસ સરકાર ચલાવી હતી. 2008માં ફરી કોંગ્રેસને સત્તા મળી અને આ વખતે બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહલોતના પૂર્વજોનો વ્યવસાય જાદૂગરીનો હતો. તેમના પિતા પણ જાદૂગર હતા. ગહલોતે તેમના પિતા પાસેથી જાદૂ પણ શીખ્યા હતા. થોડો સમય તેમણે આ વ્યવસાયમાં હાથ અજમાવ્યો હતો. અશોક ગહલોતના પુત્ર વૈભવ ગહલોત સનલાઈટ કાર રેન્ટલ સર્વિસ નામની કંપની ચલાવે છે. આ સાથે જ તે યૂથ કોંગ્રેસમાં સંકળાયેલા છે.
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય મનોમંથન બાદ કૉંગ્રેસે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદમાં કૉંગ્રેસે જાહેરાત કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગહલોત રહેશે અને સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિજેતા તમામ કૉંગ્રેસના ધારાસભ્યો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -